કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧. વળાવી બા આવી|૧. વળાવી બા આવી]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧. વળાવી બા આવી|૧. વળાવી બા આવી]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત|૩. આવ્યો વસંત]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત|૩. આવ્યો વસંત]] | ||
} | }} |
Latest revision as of 13:12, 6 September 2021
૨. પ્રથમ શિશુ
ઉશનસ્
પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ
સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!
અવર સઘળાં ડિમ્ભોશું આ શિશુય અણુઅણુ!
પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!
ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,
સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!
અરવ અવકાશે આ જાણે ઊઠી પ્રથમશ્રુતિ!
વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!
પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,
પ્રથમ સ્થિતિ ને આ બે વચ્ચે ન સામ્ય દીસે જરી,
ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરીઃ
પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!
પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!
૨૪-૨-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૪)