કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘વળી પાછા વતનમાં’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૯૦)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘વળી પાછા વતનમાં’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૯૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૨. હું મુજ પિતા!|૨૨. હું મુજ પિતા!]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૪. ગૃહપ્રવેશે|૨૪. ગૃહપ્રવેશે]] | |||
}} |
Latest revision as of 13:35, 6 September 2021
૨૩. સમયરથ
ઉશનસ્
ગયો છે શેરીથી સમયરથ, હું સ્પષ્ટ પરખું,
પગેરું લાગે દક્ષિણ તરફથી ઉત્તર ભણી;
રહ્યાં આ એંધાણોઃ જળનીક સૂકી પ્રાવૃષતણી,
પડ્યા ચક્રે ચીલા જળવઈ રહ્યા ત્યાં હજીય છે;
અહીં લાગેઃ જાતે રથથી ઊતરી થોડું ચરણે
ચલ્યોયે છે, ઊગી પદ પદ ગયું છે તૃણ ત્યહીં,
અહીં લાગી લાગે ઝપટ ઊડતા અંચલતણીઃ
પડી ગૈ છે ભીંતો કંઈક ઘરની, લીલ-મઢી તે;
ક્યહીં જાતે તાળાં નિજ કરથી ખંભાતી દઈને
ગયો લાગે છે પાધર કરી ઘરો પાદર ભણી;
વડીલો વૃદ્ધો બે વછલ બધી શેરી ગજવતા,
રહેલા ડારી જે ખુદ સમયને જીવનભર,
ઉપાડી આ વેળા રથ ઉપર નાખી હરી ગયો,
ઊભા જે આડા થૈ અધવચ અધેડો, ખણી ગયો.
(સમસ્ત કવિતા, ‘વળી પાછા વતનમાં’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૯૦)