કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે|૨૬. અષાઢે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૮. અશ્વત્થભાવ|૨૮. અશ્વત્થભાવ]] | |||
}} |
Latest revision as of 08:33, 7 September 2021
૨૭. આ રસ્તાઓ
ઉશનસ્
મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે; સ્વપન મહીં આવે નજરમાં.
વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઈ ભરડા!
નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!
અરે, આ કૈં વાંકા ગલ જલધિનીરે જઈ પડ્યા!
હલાવું આ બીજા તરુવિટપ શા, તો મધપૂડા
ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!
મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :
રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;
છતાં, હાવાં તો એ રખડુ-શું હૈયું એવું હળ્યું કે
હું સ્વર્ગેથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.
૧૯૬૫
(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)