કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 25: Line 25:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૨૮)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૨૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!|૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે|૪૪. છાલક વાગી રે]]
}}

Latest revision as of 08:40, 7 September 2021

૪૩. કવિની કેફિયત

ઉશનસ્

વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં, યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર.         —વિo

મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!         —વિo

તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર!          —વિo

એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
પૂરો થાવ દો પુલકોનો આ ઉપરાછાપરી ફાલ,
પ્રશ્ન પછી લૈશું, ક્હેશો તે લઈશું માથે ભાર.
વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.

(સમસ્ત કવિતા, પૃ. ૮૨૮)