કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫૧. ‘પંખીકાવ્યો’ માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧.‘પંખીકાવ્યો’ માંથી| જયન્ત પાઠક}} <poem> '''૧''' ખરાં છો તમે! નહીં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
</poem> | </poem> | ||
{{Right| (જાગરણ, ૨૦૦૯, પૃ, ૭૦, ૭૨, ૭૩, ૭૫, ૭૬)}} | {{Right| (જાગરણ, ૨૦૦૯, પૃ, ૭૦, ૭૨, ૭૩, ૭૫, ૭૬)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/જાગરણ (૨૦૦૯)|જાગરણ (૨૦૦૯)]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/કવિ અને કવિતાઃ જયન્ત પાઠક|કવિ અને કવિતાઃ જયન્ત પાઠક]] | |||
}} |
Latest revision as of 12:40, 9 September 2021
૫૧.‘પંખીકાવ્યો’ માંથી
જયન્ત પાઠક
૧
ખરાં છો તમે!
નહીં કામ, નહીં કાજ
ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો,
માત્ર ગાવા જ!
૨
પંખીઓના કલરવથી ભરેલું સવાર
આજ એકાએક મારા આંગણે આવ્યું,
બારણું ખોલીને
મેં એને વધાવ્યું.
પછી તો
ઉંબરથી ખંડમાં ને ખંડમાંથી પંડમાં
અખંડ અજવાળું! અજવાળું!
ઓહ, આજે
કેટલા દિવસ પછી, મેં ય તે આજે
સિસોટીમાં એકાએક
એક ગીત લલકાર્યું!
૩
હું પંખીઓને કહું છુંઃ
નભ છોડો તો ચણ મળે.
પંખીઓ મને કહે છે:
ઘર છોડો તો ગગન મળે.
૪
ઝીણી ટપટપના ડહુકા
આલાપ લાંબે રાગ ગાતી ધારના;
પંખીઓને થાયઃ
જવા દો, આપણે ગાવું નથી,
ભલે વરસાદ આજે ગાય!
૫
અનરાધાર આ વરસાદમાં
સાંભરે છે, શૈશવે જે સાંભળ્યુંઃ
એક પંખી જાય ગાતું આભલાંબા સાદમાંઃ
ઝૂંપડી ચૂઈ... ઝૂંપડી ચૂઈ... ઝૂંપડી ચૂઈ...
(જાગરણ, ૨૦૦૯, પૃ, ૭૦, ૭૨, ૭૩, ૭૫, ૭૬)