શાલભંજિકા/નિવેદન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 19: Line 19:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[શાલભંજિકા/પરિચય|પરિચય]]
|previous = [[શાલભંજિકા/પરિચય|પરિચય]]
|next = [[શાલભંજિકા/નિવેદન|નિવેદન]]
|next = [[શાલભંજિકા/ખંડિયેરમાં હજાર વરસની પ્રેમકવિતા|ખંડિયેરમાં હજાર વરસની પ્રેમકવિતા]]
}}
}}

Latest revision as of 10:23, 11 September 2021

નિવેદન

પાછલા એક દાયકા દરમ્યાન લખાયેલા આ નિબંધો છે. દરમ્યાન મારા પ્રકટ થયેલા નિબંધસંગ્રહોમાં એમાંથી કેટલાક લઈ શકાયા હોત. પરંતુ એક સંચય થાય એટલા એક સ્વભાવના નિબંધોની રાહ જોવાની હતી. છેક એમ તો અહીં બની શક્યું નથી, તેમ છતાં આ બધા નિબંધો કંઈક અંશે સગન્ધી તો છે.

સંચયના આ નિબંધોમાં પણ કાલિદાસ અને રવીન્દ્રનાથ મારા વેદનાજગતમાં બિંબિત થતા રહ્યા છે, એ કારણે અગાઉના મારા કેટલાક નિબંધો સાથેનું પણ એમનું સગન્ધીત્વ દેખાશે.

‘તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ’ ૧૯૮૩માં શાંતિનિકેતનના મારા નિવાસ દરમ્યાન લખાયેલી ડાયરીમાંથી કેટલાંક પૃષ્ઠ છે.

શાલભંજિકા નામ સુંદર છે, માટે આ સંગ્રહને આપ્યું છે, એ તો ખરું, પણ વિશેષે મારે મન એ ‘સુંદર’નો પર્યાય છે, માટે છે. આ નિબંધોમાંય એની ખોજ છે.
ભોળાભાઈ પટેલ



૩૨, પ્રોફેસર કોલોની અમદાવાદ ૩૮૦૦૦૯

વસંત પંચમી ૧૯૯૨