કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૮. વિરાટ-દર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. વિરાટ-દર્શન|ઝવેરચંદ મેઘાણી}} <poem> [છંદ: ચારણી ચરચરી] બાજે...")
 
No edit summary
Line 29: Line 29:
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.


*
<center>*</center>
અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી
અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી
::: સોંપી તમને, નમેરી માલિક ધનવંતા!
::: સોંપી તમને, નમેરી માલિક ધનવંતા!
Line 48: Line 48:
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
*
<center>*</center>
તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ,
તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ,
રચિયાં રૌરવી ખાસ યંત્ર-કારખાનાં;
::: રચિયાં રૌરવી ખાસ યંત્ર-કારખાનાં;
લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ;
લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ;
બાફ્યાં અમ કોડભર્યાં બાલપુષ્પ નાનાં.
::: બાફ્યાં અમ કોડભર્યાં બાલપુષ્પ નાનાં.
તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને,
તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને,
કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ;
::: કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ;
ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ –
ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ –
એવા તમ રાજના પ્રતાપ શેં વીસરીએ!
::: એવા તમ રાજના પ્રતાપ શેં વીસરીએ!
હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી,
હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી,
એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;
::: એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;
નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ,
નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ,
માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં.
::: માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં.
જો જો, કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં.
::: જો જો, કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં.
*
<center>*</center>
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
::: સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
*
<center>*</center>
હવે કંપો રે, ઓ કૃપાલ! કંપો, અમ રક્ષપાલ!
હવે કંપો રે, ઓ કૃપાલ! કંપો, અમ રક્ષપાલ!
પરની રોટીના ભક્ષનાર, તમે કંપો!
::: પરની રોટીના ભક્ષનાર, તમે કંપો!
છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ,
છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ,
આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો!
::: આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો!
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા:
::: ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા:
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર
અકલંકિત ને અહિંસ્ર: એ અમારી આશા.
::: અકલંકિત ને અહિંસ્ર: એ અમારી આશા.
આખર એની જ જીત: સમજી લેજો ખચીત;
આખર એની જ જીત: સમજી લેજો ખચીત;
ભાગો, ભયભીત જાલિમો! વિરાટ આવે,
::: ભાગો, ભયભીત જાલિમો! વિરાટ આવે,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે.
::: એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે.
દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે.
::: દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે.
 
૧૯૩૨
૧૯૩૨
અપ્ટન સિંકલેરના ‘સૅમ્યુઅલ ધ સીકર’ના છેલ્લા સંઘગાનને આધારે.
::: અપ્ટન સિંકલેરના ‘સૅમ્યુઅલ ધ સીકર’ના છેલ્લા સંઘગાનને આધારે.
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૨૪-૧૨૬)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૨૪-૧૨૬)}}
</poem>
</poem>

Revision as of 05:29, 14 September 2021


૨૮. વિરાટ-દર્શન

ઝવેરચંદ મેઘાણી

[છંદ: ચારણી ચરચરી]
બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી:
દેશેદેશેથી લોક, નરનારી થોકથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.
વિધવિધ વાણી ને વેશ: વિધવિધ રંગો ને કેશ!
તોયે નવ દ્વેષ લેશ દાખવતાં આવે;
દેતાં ડગ એકતાલ, નિર્ભયતાની મશાલ
લઈને કંગાલ કેરી સેના આવે.
દેખો! રે કાલ કેરી સેના આવે.
ગરજે નવલાં નિશાન: નવલાં મુક્તિનાં ગાન:
ઊડત ધ્વજ આસમાન સિંદૂરભીંજ્યો;
ઊભાં સબ રાષ્ટ્ર દેખ, થરથર પૂછે હરેક:
કંકુબોળેલ એ કહો જી કોણ નેજો?
ગગને દેતા હુંકાટ, ઝલમલ જ્યોતિ લલાટ.
વદ, હો બંધુ વિરાટ! ક્યાં થકી તું આવે?
માનવજાતિને કાજ આશાવંતા અવાજ,
શા શા સંદેશ આજ તુજ સંગે લાવે?
રંકોનાં લાખ લાખ દળ-વાદળ આવે.
[સંઘગાન]
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*

અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી
સોંપી તમને, નમેરી માલિક ધનવંતા!
તમ પર ઇતબાર ધરી, વેઠ્યાં દુ:ખ મરી મરી,
બોજા ચૂપ કરી રહ્યા પીઠ પર વહંતા.
આજ નીરખી એ આલીશાન જુગજૂનાં બાંધકામ
ધ્રૂજે અમ હાડચામ, હૈયાં અમ ધડકે;
ધવલાં એ દિવ્યધામ, કીધાં શીદ તમે શ્યામ!
છાંટ્યાં પ્રભુના મુકામ રંક તણે રક્તે.
અમે એ સહુ ધોવા કલંક, ધોવા તમ પાપપંક,
દિલનાં વિષડંખ સૌ વિસારી અહીં આવ્યાં;
સહુને વસવા સમાન ચણવા નવલાં મકાન,
ગાતાં શ્રદ્ધાનું ગાન લોકસંઘ આવ્યાં;
દેખ! મહાકાલનાં કરાલ સૈન્ય આવ્યાં.
[સંઘગાન]
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*

તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ,
રચિયાં રૌરવી ખાસ યંત્ર-કારખાનાં;
લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ;
બાફ્યાં અમ કોડભર્યાં બાલપુષ્પ નાનાં.
તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને,
કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ;
ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ –
એવા તમ રાજના પ્રતાપ શેં વીસરીએ!
હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી,
એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;
નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ,
માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં.
જો જો, કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં.

*

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*

હવે કંપો રે, ઓ કૃપાલ! કંપો, અમ રક્ષપાલ!
પરની રોટીના ભક્ષનાર, તમે કંપો!
છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ,
આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો!
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા:
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર
અકલંકિત ને અહિંસ્ર: એ અમારી આશા.
આખર એની જ જીત: સમજી લેજો ખચીત;
ભાગો, ભયભીત જાલિમો! વિરાટ આવે,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે.
દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે.

૧૯૩૨
અપ્ટન સિંકલેરના ‘સૅમ્યુઅલ ધ સીકર’ના છેલ્લા સંઘગાનને આધારે.
(સોના-નાવડી, પૃ. ૧૨૪-૧૨૬)