કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૦. સૂના સમદરની પાળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. સૂના સમદરની પાળે|ઝવેરચંદ મેઘાણી}} <poem> [દૂર દૂરના સમુદ્ર...")
 
No edit summary
Line 6: Line 6:
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ જીવતો સાથી ઊભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.]
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ જીવતો સાથી ઊભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.]
સૂના સમદરની પાળે
સૂના સમદરની પાળે
રે આઘા સમદરની પાળે,
:: રે આઘા સમદરની પાળે,
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
::: ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
નો’તી એની પાસ કો માડી,
નો’તી એની પાસ કો માડી,
રે નો’તી એની પાસ કો બેની:
::: રે નો’તી એની પાસ કો બેની:
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
::: વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
વેગે એનાં લોહી વ્હેતાં’તાં
વેગે એનાં લોહી વ્હેતાં’તાં
રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
:: રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
::: બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
સાથી સમદરની પાળે
:::: સાથી સમદરની પાળે
 
ઝૂકેલા એ વીરને કાને
ઝૂકેલા એ વીરને કાને
રે એકીલા એ વીરને કાને,
:: રે એકીલા એ વીરને કાને,
ટૂંપાતી જીભનાં ત્રૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
::: ટૂંપાતી જીભનાં ત્રૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
વીરા! મારો દેશડો દૂરે,
વીરા! મારો દેશડો દૂરે,
રે વીરા! મારું ગામડું દૂરે,
:: રે વીરા! મારું ગામડું દૂરે,
વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે
::: વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
એ ને એંધાણીએ કે’જે
એ ને એંધાણીએ કે’જે
રે એ ને નિશાણીએ કે’જે,
:: રે એ ને નિશાણીએ કે’જે,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
::: રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
લીલૂડા લીંબડા હેઠે
લીલૂડા લીંબડા હેઠે
રે લીલૂડા લીંબડા હેઠે
:: રે લીલૂડા લીંબડા હેઠે
ભેળા થૈ પૂછશે ભાંડુ, રણઘેલુડો કેમ રોકાણો રે
::: ભેળા થૈ પૂછશે ભાંડુ, રણઘેલુડો કેમ રોકાણો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
માંડીને વાતડી કે’જે
માંડીને વાતડી કે’જે
રે માંડીને વાતડી કે’જે,
:: રે માંડીને વાતડી કે’જે,
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
::: ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
કે’જે સામા પાવ ભીડન્તા
કે’જે સામા પાવ ભીડન્તા
રે કે’જે સામા ઘાવ ઝીલન્તા
:: રે કે’જે સામા ઘાવ ઝીલન્તા
ઊભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
::: ઊભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે એવાં જુદ્ધને જોતો
કે’જે એવાં જુદ્ધને જોતો
રે કે’જે એવાં જુદ્ધને જોતો
:: રે કે’જે એવાં જુદ્ધને જોતો
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
::: ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે, ભાઈ! આરતી-ટાણે
કે’જે, ભાઈ! આરતી-ટાણે
રે કે’જે, ભાઈ! ઝાલરું-ટાણે
:: રે કે’જે, ભાઈ! ઝાલરું-ટાણે
લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે
::: લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે એવે શોભતે સાથે,
કે’જે એવે શોભતે સાથે,
રે કે’જે એવે રૂડલે સાથે,
:: રે કે’જે એવે રૂડલે સાથે,
પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે
::: પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે એવા ભાંડરુ ભેળો
કે’જે એવા ભાંડરુ ભેળો
રે કે’જે એવા મીંતરુ ભેળો,
:: રે કે’જે એવા મીંતરુ ભેળો,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમસું પોઢ્યો રે
::: રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમસું પોઢ્યો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બીજું મારી માતને કે’જે
બીજું મારી માતને કે’જે
રે બીજું મારી માતને કે’જે,
:: રે બીજું મારી માતને કે’જે,
રોજો મા, માવડી મોરી! ભાઈ મોટેરા પાળશે તુંને રે
::: રોજો મા, માવડી મોરી! ભાઈ મોટેરા પાળશે તુંને રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
માડી! હું તો રાન-પંખીડું
માડી! હું તો રાન-પંખીડું
રે માડી! હું વેરાન-પંખીડું:
:: રે માડી! હું વેરાન-પંખીડું:
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે
::: પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
માડી! મેં તો બાપને ખોળે
માડી! મેં તો બાપને ખોળે
રે માડી! મેં તો બાપને ખોળે,
:: રે માડી! મેં તો બાપને ખોળે,
બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે
::: બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બાપુ કેરે મોત-બિછાને
બાપુ કેરે મોત-બિછાને
રે બાપુ કેરે મોત-બિછાને,
:: રે બાપુ કેરે મોત-બિછાને,
વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે
::: વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
ભાઈયું મારા સોનલાં માગે
ભાઈયું મારા સોનલાં માગે
રે ભાઈયું મારા રૂપલાં માગે,
:: રે ભાઈયું મારા રૂપલાં માગે,
માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે
::: માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
દા’ડી એને ટોડલે ટાંગી
દા’ડી એને ટોડલે ટાંગી
રે દા’ડી એને ટોડલે ટાંગી,
:: રે દા’ડી એને ટોડલે ટાંગી,
સંધ્યાનાં તેજસું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે
::: સંધ્યાનાં તેજસું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
એવાં એવાં સુખ સંભારી
એવાં એવાં સુખ સંભારી
રે એવાં એવાં સુખ સંભારી,
:: રે એવાં એવાં સુખ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે
::: રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
ત્રીજું મારી બે’નને કે’જે
ત્રીજું મારી બે’નને કે’જે
રે ત્રીજું મારી બે’નને કે’જે,
:: રે ત્રીજું મારી બે’નને કે’જે,
બેનીબા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે
::: બેનીબા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે
સૂના સમદરની પાળે.
:::: સૂના સમદરની પાળે.
 
સામૈયાની શોભતી સાંજે
સામૈયાની શોભતી સાંજે
રે સામૈયાની શોભતી સાંજે,
:: રે સામૈયાની શોભતી સાંજે,
બેનીબા! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે
::: બેનીબા! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
જેવંતા એ રણજોદ્ધાને
જેવંતા એ રણજોદ્ધાને
રે જેવંતા એ રણજોદ્ધાને,
:: રે જેવંતા એ રણજોદ્ધાને,
ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે!
::: ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે!
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
જોજે બેની! હામ નો ભાંગે
જોજે બેની! હામ નો ભાંગે
રે જોજે બેની! વેદના જાગે,
:: રે જોજે બેની! વેદના જાગે,
તુંયે રણબંકડા કેરી બેન: ફુલાતી રાખજે છાતી રે!
::: તુંયે રણબંકડા કેરી બેન: ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બેની! કોઈ સોબતી મારો
બેની! કોઈ સોબતી મારો
રે બેની! કોઈ સોબતી મારો,
:: રે બેની! કોઈ સોબતી મારો,
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
::: માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બેની મારી, ફાળ મા ખાજે!
બેની મારી, ફાળ મા ખાજે!
રે બેની! ઝંખવૈશ મા લાજે!
:: રે બેની! ઝંખવૈશ મા લાજે!
માયાળુ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
::: માયાળુ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બેનીબા! આ તેગ બાપુની
બેનીબા! આ તેગ બાપુની
રે બેનીબા! આ તેગ બાપુની,
:: રે બેનીબા! આ તેગ બાપુની,
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે
::: ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
એવાં વા’લાં ધામ સંભારી
એવાં વા’લાં ધામ સંભારી
રે એવાં મીઠાં નામ સંભારી,
:: રે એવાં મીઠાં નામ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
::: રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બંધુ મારા! એક છે બીજી
બંધુ મારા! એક છે બીજી
રે બંધુ મારા! એક છે બીજી,
:: રે બંધુ મારા! એક છે બીજી,
  તોફાની આંખ બે કાળી: ઓળખી લેજે એ જ એંધાણે રે
:::   તોફાની આંખ બે કાળી: ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
બંધુ! એનું દિલ મસ્તાનું
બંધુ! એનું દિલ મસ્તાનું
રે બેલી! એનું દિલ મસ્તાનું,
:: રે બેલી! એનું દિલ મસ્તાનું,
મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે
::: મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે એને રાત આ છેલ્લી
કે’જે એને રાત આ છેલ્લી
રે કે’જે એને વાત આ છેલ્લી,
:: રે કે’જે એને વાત આ છેલ્લી,
કે’જે કે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે
::: કે’જે કે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કે’જે મારું સોણલું છેલ્લું
કે’જે મારું સોણલું છેલ્લું
રે કે’જે મારું સોણલું છેલ્લું:
:: રે કે’જે મારું સોણલું છેલ્લું:
રેવાને કાંઠડે આપણ જોડલે ઊભાં દિન આથમતે રે
::: રેવાને કાંઠડે આપણ જોડલે ઊભાં દિન આથમતે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
રેવા ઘેરાં ગીત ગાતી’તી
રેવા ઘેરાં ગીત ગાતી’તી
રે રેવા ઘેરાં ગીત ગાતી’તી,
:: રે રેવા ઘેરાં ગીત ગાતી’તી,
ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
::: ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
શીળી એવી સાંજને હૈયે
શીળી એવી સાંજને હૈયે
રે મીઠી એવી સાંજને હૈયે,
:: રે મીઠી એવી સાંજને હૈયે,
ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે
::: ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં
પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં
રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
:: રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
કે તારી આંખડી પ્યાસી શુંય પીતી’તી મુખડે મારે રે!
::: કે તારી આંખડી પ્યાસી શુંય પીતી’તી મુખડે મારે રે!
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
કૂણી તારી આંગળી કેરા
કૂણી તારી આંગળી કેરા
રે કૂણી તારી આંગળી કેરા
:: રે કૂણી તારી આંગળી કેરા
ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે
::: ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
એવાં એવાં સોણલાં જોતો
એવાં એવાં સોણલાં જોતો
રે એવાં એવાં સોણલાં જોતો
:: રે એવાં એવાં સોણલાં જોતો
રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે
::: રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
લાગ્યો એનો કંઠ રૂંધાવા
લાગ્યો એનો કંઠ રૂંધાવા
રે લાગી એની જીભ ટૂંપાવા,
:: રે લાગી એની જીભ ટૂંપાવા,
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
::: ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
સાથી એની આગળ ઝૂકે
સાથી એની આગળ ઝૂકે
રે સાથી એનું શિર લ્યે ઊંચે;
:: રે સાથી એનું શિર લ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે
::: બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
ચાલી આવે આભમાં ચંદા
ચાલી આવે આભમાં ચંદા
રે ચાલી આવે આભમાં ચંદા,
:: રે ચાલી આવે આભમાં ચંદા,
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
::: ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
ઠારોઠાર ખાંદણાં રાતાં
ઠારોઠાર ખાંદણાં રાતાં
રે લારોલાર ઢૂંઢ ને માથાં;
:: રે લારોલાર ઢૂંઢ ને માથાં;
કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે
::: કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
ઊભી ઊભી ન્યાળતી આઘે –
ઊભી ઊભી ન્યાળતી આઘે –
રે ઊભી ઊભી ન્યાળતી આઘે,
:: રે ઊભી ઊભી ન્યાળતી આઘે,
રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે
::: રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે
સૂના સમદરની પાળે
:::: સૂના સમદરની પાળે
 
૧૯૩૦.
૧૯૩૦.
કારાવાસમાં. જૂની રૉયલ રીડરમાંથી મળેલા કૅરોલાઇન શેરીડન નોર્ટનના અંગ્રેજી કથાગીત ‘બિન્જન ઑન ધ ર્‌હાઇન’ પરથી. જર્મનીના પ્રાણસમી ર્‌હાઇન નદીને બદલે ગુજરાતની હૃદયધારા રેવા — નર્મદા—ને બેસારેલ છે. પણ રાજેસર ગામ તો કેવળ કલ્પિત જ છે.
 
::: કારાવાસમાં. જૂની રૉયલ રીડરમાંથી મળેલા કૅરોલાઇન શેરીડન નોર્ટનના અંગ્રેજી કથાગીત ‘બિન્જન ઑન ધ ર્‌હાઇન’ પરથી. જર્મનીના પ્રાણસમી ર્‌હાઇન નદીને બદલે ગુજરાતની હૃદયધારા રેવા — નર્મદા—ને બેસારેલ છે. પણ રાજેસર ગામ તો કેવળ કલ્પિત જ છે.
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૫૪-૧૫૯)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૫૪-૧૫૯)}}
'''Bingen on the Rhine'''
'''Bingen on the Rhine'''
A soldier of the Legion lay dying in Algiers,
A soldier of the Legion lay dying in Algiers,
Line 185: Line 228:
Take a message, and a token, to some distant friends of mine,
Take a message, and a token, to some distant friends of mine,
For I was born ar Bingen, – at Bingen on the Rhine.
For I was born ar Bingen, – at Bingen on the Rhine.
“Tell my brothers and companions, when they meet and crowd around,
“Tell my brothers and companions, when they meet and crowd around,
To hear my mournful story in the pleasant vineyard ground,
To hear my mournful story in the pleasant vineyard ground,
Line 192: Line 236:
The death-wound on their gallant breasts, the last of many scars;
The death-wound on their gallant breasts, the last of many scars;
And some were young, and suddenly beheld life’s mourned decline, –
And some were young, and suddenly beheld life’s mourned decline, –
And one had come from Bingen, – fair Bingen on the Rhine.
And one had come from Bingen, – fair Bingen on the Rhine
.
“Tell my mother that her other son shall comfort her old age;
“Tell my mother that her other son shall comfort her old age;
For I was still a truant bird, that thought his home a cage.
For I was still a truant bird, that thought his home a cage.
Line 201: Line 246:
And with boyish love I hung it where the bright light used to shine,
And with boyish love I hung it where the bright light used to shine,
On the cottage wall at Bingen, – calm Bingen on the Rhine.
On the cottage wall at Bingen, – calm Bingen on the Rhine.
“Tell my sister not to weep for me, and sob with drooping head,
“Tell my sister not to weep for me, and sob with drooping head,
When the troops come marching home again with
When the troops come marching home again with
Line 210: Line 256:
And to hang the old sword in its place (my father’s sword and mine)
And to hang the old sword in its place (my father’s sword and mine)
For the honor of old Bingen, – dear Bingen on the Rhine.
For the honor of old Bingen, – dear Bingen on the Rhine.
“There’s another, – not a sister; in the happy days gone by
“There’s another, – not a sister; in the happy days gone by
You’d have known her by the merriment that sparkled in her eye;
You’d have known her by the merriment that sparkled in her eye;
Line 226: Line 273:
And her little hand lay lightly, confidingly in mine, –
And her little hand lay lightly, confidingly in mine, –
But we’ll meet no more at Bingen, – loved Bingen on the Rhine.”
But we’ll meet no more at Bingen, – loved Bingen on the Rhine.”
His trembling voice grew faint and hoarse, –
His trembling voice grew faint and hoarse, –
his grasp was childish weak, –
his grasp was childish weak, –

Revision as of 05:50, 14 September 2021

૩૦. સૂના સમદરની પાળે

ઝવેરચંદ મેઘાણી

[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ જીવતો સાથી ઊભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.]
સૂના સમદરની પાળે
રે આઘા સમદરની પાળે,
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
સૂના સમદરની પાળે

નો’તી એની પાસ કો માડી,
રે નો’તી એની પાસ કો બેની:
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
સૂના સમદરની પાળે

વેગે એનાં લોહી વ્હેતાં’તાં
રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
સાથી સમદરની પાળે

ઝૂકેલા એ વીરને કાને
રે એકીલા એ વીરને કાને,
ટૂંપાતી જીભનાં ત્રૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
સૂના સમદરની પાળે

વીરા! મારો દેશડો દૂરે,
રે વીરા! મારું ગામડું દૂરે,
વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે
સૂના સમદરની પાળે

એ ને એંધાણીએ કે’જે
રે એ ને નિશાણીએ કે’જે,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે
રે લીલૂડા લીંબડા હેઠે
ભેળા થૈ પૂછશે ભાંડુ, રણઘેલુડો કેમ રોકાણો રે
સૂના સમદરની પાળે

માંડીને વાતડી કે’જે
રે માંડીને વાતડી કે’જે,
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે
કે’જે સામા પાવ ભીડન્તા
રે કે’જે સામા ઘાવ ઝીલન્તા
ઊભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
સૂના સમદરની પાળે

કે’જે એવાં જુદ્ધને જોતો
રે કે’જે એવાં જુદ્ધને જોતો
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
સૂના સમદરની પાળે

કે’જે, ભાઈ! આરતી-ટાણે
રે કે’જે, ભાઈ! ઝાલરું-ટાણે
લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે
સૂના સમદરની પાળે

કે’જે એવે શોભતે સાથે,
રે કે’જે એવે રૂડલે સાથે,
પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે
સૂના સમદરની પાળે

કે’જે એવા ભાંડરુ ભેળો
રે કે’જે એવા મીંતરુ ભેળો,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમસું પોઢ્યો રે
સૂના સમદરની પાળે

બીજું મારી માતને કે’જે
રે બીજું મારી માતને કે’જે,
રોજો મા, માવડી મોરી! ભાઈ મોટેરા પાળશે તુંને રે
સૂના સમદરની પાળે

માડી! હું તો રાન-પંખીડું
રે માડી! હું વેરાન-પંખીડું:
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે
સૂના સમદરની પાળે

માડી! મેં તો બાપને ખોળે
રે માડી! મેં તો બાપને ખોળે,
બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે
સૂના સમદરની પાળે

બાપુ કેરે મોત-બિછાને
રે બાપુ કેરે મોત-બિછાને,
વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે
સૂના સમદરની પાળે

ભાઈયું મારા સોનલાં માગે
રે ભાઈયું મારા રૂપલાં માગે,
માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે
સૂના સમદરની પાળે

દા’ડી એને ટોડલે ટાંગી
રે દા’ડી એને ટોડલે ટાંગી,
સંધ્યાનાં તેજસું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે
સૂના સમદરની પાળે

એવાં એવાં સુખ સંભારી
રે એવાં એવાં સુખ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે
સૂના સમદરની પાળે

ત્રીજું મારી બે’નને કે’જે
રે ત્રીજું મારી બે’નને કે’જે,
બેનીબા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે
સૂના સમદરની પાળે.

સામૈયાની શોભતી સાંજે
રે સામૈયાની શોભતી સાંજે,
બેનીબા! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે
સૂના સમદરની પાળે

જેવંતા એ રણજોદ્ધાને
રે જેવંતા એ રણજોદ્ધાને,
ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે!
સૂના સમદરની પાળે

જોજે બેની! હામ નો ભાંગે
રે જોજે બેની! વેદના જાગે,
તુંયે રણબંકડા કેરી બેન: ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમદરની પાળે

બેની! કોઈ સોબતી મારો
રે બેની! કોઈ સોબતી મારો,
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે

બેની મારી, ફાળ મા ખાજે!
રે બેની! ઝંખવૈશ મા લાજે!
માયાળુ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
સૂના સમદરની પાળે

બેનીબા! આ તેગ બાપુની
રે બેનીબા! આ તેગ બાપુની,
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે
સૂના સમદરની પાળે

એવાં વા’લાં ધામ સંભારી
રે એવાં મીઠાં નામ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
સૂના સમદરની પાળે

બંધુ મારા! એક છે બીજી
રે બંધુ મારા! એક છે બીજી,
તોફાની આંખ બે કાળી: ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે

બંધુ! એનું દિલ મસ્તાનું
રે બેલી! એનું દિલ મસ્તાનું,
મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે
સૂના સમદરની પાળે

કે’જે એને રાત આ છેલ્લી
રે કે’જે એને વાત આ છેલ્લી,
કે’જે કે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે
સૂના સમદરની પાળે

કે’જે મારું સોણલું છેલ્લું
રે કે’જે મારું સોણલું છેલ્લું:
રેવાને કાંઠડે આપણ જોડલે ઊભાં દિન આથમતે રે
સૂના સમદરની પાળે

રેવા ઘેરાં ગીત ગાતી’તી
રે રેવા ઘેરાં ગીત ગાતી’તી,
ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
સૂના સમદરની પાળે

શીળી એવી સાંજને હૈયે
રે મીઠી એવી સાંજને હૈયે,
ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે
સૂના સમદરની પાળે

પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં
રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
કે તારી આંખડી પ્યાસી શુંય પીતી’તી મુખડે મારે રે!
સૂના સમદરની પાળે

કૂણી તારી આંગળી કેરા
રે કૂણી તારી આંગળી કેરા
ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે
સૂના સમદરની પાળે

એવાં એવાં સોણલાં જોતો
રે એવાં એવાં સોણલાં જોતો
રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે
સૂના સમદરની પાળે

લાગ્યો એનો કંઠ રૂંધાવા
રે લાગી એની જીભ ટૂંપાવા,
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
સૂના સમદરની પાળે

સાથી એની આગળ ઝૂકે
રે સાથી એનું શિર લ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળો જાય વિસામે રે
સૂના સમદરની પાળે

ચાલી આવે આભમાં ચંદા
રે ચાલી આવે આભમાં ચંદા,
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
સૂના સમદરની પાળે

ઠારોઠાર ખાંદણાં રાતાં
રે લારોલાર ઢૂંઢ ને માથાં;
કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે
સૂના સમદરની પાળે

ઊભી ઊભી ન્યાળતી આઘે –
રે ઊભી ઊભી ન્યાળતી આઘે,
રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે
સૂના સમદરની પાળે

૧૯૩૦.

કારાવાસમાં. જૂની રૉયલ રીડરમાંથી મળેલા કૅરોલાઇન શેરીડન નોર્ટનના અંગ્રેજી કથાગીત ‘બિન્જન ઑન ધ ર્‌હાઇન’ પરથી. જર્મનીના પ્રાણસમી ર્‌હાઇન નદીને બદલે ગુજરાતની હૃદયધારા રેવા — નર્મદા—ને બેસારેલ છે. પણ રાજેસર ગામ તો કેવળ કલ્પિત જ છે.
(સોના-નાવડી, પૃ. ૧૫૪-૧૫૯)

Bingen on the Rhine
A soldier of the Legion lay dying in Algiers,
There was lack of woman’s nursing, There was dearth of woman’s tears;
But a comrade stood beside him, while his life-blood ebbed away,
And bent, with pitying glances, to hear what he might say.
The dying soldier faltered, and he took that comrade’s hand,
And he said, “I nevermore shall see my own, my native land;
Take a message, and a token, to some distant friends of mine,
For I was born ar Bingen, – at Bingen on the Rhine.

“Tell my brothers and companions, when they meet and crowd around,
To hear my mournful story in the pleasant vineyard ground,
That we fought the battle bravely, and when the day was done,
Full many a corse lay ghastly pale beneath the setting sun;
And, mid the dead and dying, were some grown old in wars, –
The death-wound on their gallant breasts, the last of many scars;
And some were young, and suddenly beheld life’s mourned decline, –
And one had come from Bingen, – fair Bingen on the Rhine
.
“Tell my mother that her other son shall comfort her old age;
For I was still a truant bird, that thought his home a cage.
For my father was a soldier, and even as a child
My heart leaped forth to hear him tell of struggles fierce and wild;
And when he died, and left us to divide his scanty hoard,
I let them take what’er they would, – but kept my father’s sword;
And with boyish love I hung it where the bright light used to shine,
On the cottage wall at Bingen, – calm Bingen on the Rhine.

“Tell my sister not to weep for me, and sob with drooping head,
When the troops come marching home again with
glad and gallant tread,
But to look upon them proudly, with a calm and steadfast eye,
For her brother was a soldier too, and not afraid to die;
And if a comrade seek her love, I ask her in my name
To listen to him kindly, without regret or shame,
And to hang the old sword in its place (my father’s sword and mine)
For the honor of old Bingen, – dear Bingen on the Rhine.

“There’s another, – not a sister; in the happy days gone by
You’d have known her by the merriment that sparkled in her eye;
Too innocent for coquetry, – too fond for idle scorning, –
O friend! I fear the lightest heart makes sometimes heaviest mourning!
Tell her the last night of my life (for, ere the moon be risen,
My body will be out of pain, my soul be out of prison), –
I dreamed I stood with her, and saw the yellow sunlight shine
On the vine-clad hills of Bingen, – fair Bingen on the Rhine.
“I saw the blue Rhine sweep along, – I heard, or seemed to hear,
The German songs we used to sing, in chorus sweet and clear;
And down the pleasant river, and up the slanting hill,
The echoing chorus sounded, through the evening calm and still;
And her glad blue eyes were on me, as we passed, with friendly talk,
Down many a path beloved of yore, and well-remembered walk!
And her little hand lay lightly, confidingly in mine, –
But we’ll meet no more at Bingen, – loved Bingen on the Rhine.”

His trembling voice grew faint and hoarse, –
his grasp was childish weak, –
His eyes put on a dying look, – he sighed and ceased to speak;
His comrade bent to lift him, but the spark of life had fled, –
The soldier of the Legion in a foreign land is dead!
And the soft moon rose up slowly, and calmly she looked down
On the red sand of the battle-field, with the bloody corpses strewn;
Yes, calmly on that dreadful scene her pale light seemed to shine,
As it shone on distant Bingen, – fair Bingen on the Rhine.