ઉપજાતિ/ઉપકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉપકાર| સુરેશ જોષી}} <poem> ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો જો બીડ...")
 
No edit summary
 
Line 14: Line 14:
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/પુનર્જન્મ|પુનર્જન્મ]]
|next = [[ઉપજાતિ/એક રાહ|એક રાહ]]
}}

Latest revision as of 09:07, 16 September 2021


ઉપકાર

સુરેશ જોષી

ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો
જો બીડવા ચાહતી હોય ભાર તો
કરી શકું એ ઉપકાર આજે,
જરૂર હું કેવળ તારી કાજે.
કાં કે ઉરે આ હમણાંનું મારે
કો દર્દ એવું ગયું પેસી ભારે
કે ભાર મારો મુજને જ મારે!

એ ભારથી પાંપણને બીડી દઉં?
ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?