ઉપજાતિ/એક રાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક રાહ| સુરેશ જોષી}} <poem> કટાર શી બંકિમ ભમ્મરો ને ઓષ્ઠાધરે રક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
બંને જતી જોઉં હું એક રાહ! | બંને જતી જોઉં હું એક રાહ! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/ઉપકાર|ઉપકાર]] | |||
|next = [[ઉપજાતિ/શણગાર|શણગાર]] | |||
}} |
Latest revision as of 09:08, 16 September 2021
એક રાહ
સુરેશ જોષી
કટાર શી બંકિમ ભમ્મરો ને
ઓષ્ઠાધરે રક્તિમ લોહી શી છટા;
ખુલ્લો મૂકીને ઉદરપ્રદેશ,
બનાવીને ઉન્નત વક્ષદેશ
જોઉં જતી સુન્દરીઓની હાર –
શું અપ્સરાઓ કરતી વિહાર!
ઘેટાં અને આ બકરાંની હાર,
અંગે લગાડી બહુ રંગ છાપ,
જાણ્યા વિના કે શણગાર શાને
ચાલી જતી જોઉં હું કત્લખાને.
આ સુન્દરી ને પશુઓની હાર;
બંને જતી જોઉં હું એક રાહ!