ઉપજાતિ/પ્રણયીની ચાટુ-ઉક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રણયીની ચાટુ-ઉક્તિ| સુરેશ જોષી}} <poem> જો સૂર્યને ઊગવું હોય ત...")
 
No edit summary
 
Line 18: Line 18:
પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.
પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/અજન્તા-ઇલોરા|અજન્તા-ઇલોરા]]
|next = [[ઉપજાતિ/આખરી યુદ્ધ|આખરી યુદ્ધ]]
}}

Latest revision as of 09:11, 16 September 2021


પ્રણયીની ચાટુ-ઉક્તિ

સુરેશ જોષી

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું સાંભળી લે;

મારી શિરામાં ય હજાર સૂર્યો
દાવાનળો લાખ હતા ધખાવતા;
રે કિન્તુ એનાં નયનોની સ્નિગ્ધ
મારી પરે દૃષ્ટિ થતાં જ માત્ર
સૂર્યો બધા ક્યાં ય ગયા બૂઝાઈ
ને ચાંદની શી છલકાઈ શીતળી!
કણે કણે અમૃતનો ફુવારો,
ભાંગી રહી એ ભરતી કિનારો.

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.