ઉપજાતિ/ગુલમોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગુલમોર| સુરેશ જોષી}} {{Poem2Open}} આ કોણ આજે આકાશની નીલ શિલાસરાણે ક...")
 
No edit summary
 
Line 28: Line 28:
જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.
જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/મુગ્ધ|મુગ્ધ]]
|next = [[ઉપજાતિ/વારસો|વારસો]]
}}

Latest revision as of 09:18, 16 September 2021


ગુલમોર

સુરેશ જોષી

આ કોણ આજે આકાશની નીલ શિલાસરાણે કાઢી રહ્યું કાળની તીક્ષ્ણ ધાર? સ્ફુલંગિ જે ઊડી રહ્યા ચતુદિર્કે ખીલ્યા અહીં તે ગુલમોર થૈને?

વારસો

આવો, બતાવું તમને હું વારસો:

એથેન્સમાં તે દિવસે મને ય સોક્રેટિસે પ્રેમથી બિન્દુ એક હેમ્લોકનું દીધું હતું, હજુ તે વહી રહ્યું છે મુજ રક્તની મહીં.

ઇસુ તણો કંટકતાજ મેં ય ધાર્યો હતો મસ્તક પે ઘડીક; જુઓ હજુ ઉઝરડા પડ્યા તે ધારું અલંકારની જેમ ભાલે.

ગાંધી અને મેં હજુ માત્ર કાલે ગોળી ઝીલી સાવ જ ખુલ્લી છાતીએ; ધીમે જરા, ઘા હજુ તો હશે લીલો, જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.