પરકીયા/સુન્દરી માર્જારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સુન્દરી માર્જારી| સુરેશ જોષી}} <poem> સુન્દરી માર્જારી! અહીં આ...")
 
No edit summary
 
Line 24: Line 24:
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/કહે પ્રિય|કહે પ્રિય]]
|next = [[પરકીયા/એકોક્તિ|એકોક્તિ]]
}}

Latest revision as of 05:06, 17 September 2021


સુન્દરી માર્જારી

સુરેશ જોષી

સુન્દરી માર્જારી! અહીં આવ,
કામુક વક્ષ પે મમ અંગ તું લંબાવ;
ઢાંકી દે નહોર તારા તીક્ષ્ણ ને કુટિલ;
ખોઈ દેવા દેને મને નયને મદિલ.
સ્ફટિક ને સુવર્ણની એમાં ભળી ઝાંય,
મોહક મારક એના કામણથી હૈયું આ ઘવાય.

અલસ ને મત્ત મારી અંગુલિઓ પંપાળતી ફરે જ્યારે
નમનીય પીઠે અને શિરે તારે,
રોમાંચિત થઈ ઊઠું છું હું ત્યારે,
વિદ્યુન્મયી તારી કાયા તણા સ્પરશને.

તરવરી રહે ત્યારે છબિ પ્રેયસીની:
તારા જેવી દૃષ્ટિ એની ગૂઢ અને હિમમયી,
વેધક ને તીક્ષ્ણ એવી જાણે વિષદંશ,
દયાતણો જેમાં નહિ લવલેશ અંશ!

કશી મરીચિકા, કશી પ્રાણાન્તક ગન્ધ
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ