પરકીયા/કુંભાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કુંભાર| સુરેશ જોષી}} <poem> તારી આખી ય કાયાની આ પુષ્ટતા અથવા મૃ...")
 
No edit summary
 
Line 24: Line 24:
એક રેતીના કણ જેવાં
એક રેતીના કણ જેવાં
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/તારું હાસ્ય|તારું હાસ્ય]]
|next = [[પરકીયા/સદૈવ|સદૈવ]]
}}

Latest revision as of 07:00, 17 September 2021


કુંભાર

સુરેશ જોષી

તારી આખી ય કાયાની
આ પુષ્ટતા અથવા મૃદુતા
મારે માટે નિર્માયેલી છે.

હું મારો હાથ ઊંચો કરું છું
ને દરેક સ્થાને મને શોધતું
પારેવું મને દેખાય છે
પ્રિયે, કેમ જાણે મારા કુંભારના હાથમાં
ઘડવા માટે તને માટીની જ ન બનાવી હોય!

તારા ઘૂંટણ, તારાં સ્તન,
તારી કટિ
તે જાણે મારા જ ખૂટતા અંશો
તરસી ધરતીમાંથી કોઈ જેમ
આકાર ઉશેટી લે ને
પોલાણ રહી જાય તેવું,
અને આપણે બે ભેગાં થઈએ
એટલે પૂર્ણ, એક નદીનાં જેવાં,
એક રેતીના કણ જેવાં