પરકીયા/પ્રભાત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રભાત| સુરેશ જોષી}} <poem> તું જ મારી નિયતિનું સર્વસ્વ. આવ્યું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
એ ટ્ટજ મારો વિજય એક માત્ર. | એ ટ્ટજ મારો વિજય એક માત્ર. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/મિલન|મિલન]] | |||
|next = [[પરકીયા/વિયોગ|વિયોગ]] | |||
}} |
Latest revision as of 07:09, 17 September 2021
સુરેશ જોષી
તું જ મારી નિયતિનું સર્વસ્વ.
આવ્યું પછી તો યુદ્ધ, સત્યાનાશ;
કૈં કેટલા – રે કેટલાયે સમયથી
ના મળે કૈં ચિહ્ન તારું, ના ખબર.
આટલાં વર્ષો પછી
વિક્ષુબ્ધ કરી દે છે મને તારો ફરીથી કણ્ઠસ્વર;
રાત આખી વાંચતો’તો પોથી તારી,
મૂર્ચ્છા મહીંથી જાગતો જાણે ફરી.
ન મારે જવું છે લોક વચ્ચે
સમુદાયમાં, પ્રાત: સમેની ધમાલમાં.
કચ્ચરે કચ્ચર કરી સૌ નાખવા તૈયાર હું,
લોકને ચરણે જઈને એ ધરું.
દોડતો હું ઊતરી જાઉં સીડી
કેમ જાણે પ્રથમ વાર
આ બરફછાઈ શેરીઓ ને આ સૂના રસ્તા પરે
પાડતો ના હોઉં પગલાં.
ચારે તરફ દીવા ઝગે, સંસાર ચાલે, ઊઠતાં સૌ લોક,
ચા પીએ, દોડે પકડવા ટ્રામ;
થોડી જ ક્ષણના આ લઘુ અવકાશમાં
નગર બની જાયે અજાણ્યું!
હિમઝપાટો શી જાળ ગૂંથે
બારણાં વાસે વરસતા બરફની,
સમયસર સૌ પહોંચવાને દોડતા
ખાવું અધૂરું છોડીને ચાને ય પીવી મૂકીને.
એ સૌ તણું લાગે મને
મારા શરીરે એમની જાણે ત્વચા;
આ પીગળતા બરફ સાથે ઓગળું છું હું ય ને
ઉષા ચઢાવે ભ્રમર તો હું યે ચઢાવું ભ્રમરને.
મારા મહીં લોકો અનામી કેટલાં:
કૈં બાળકો, ઘરમાં પુરાયેલાં અભાગી, વૃક્ષ સૌ –
આ સૌ થકી જિતાઉં છું હું
એ ટ્ટજ મારો વિજય એક માત્ર.