પરકીયા/પો ચુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પો ચુ| સુરેશ જોષી}} <poem> આંસુ તે હું ક્યાંથી સારું વદાય જ જ્યા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
ન હોય કશાંની. | ન હોય કશાંની. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/લિ ચિંગ પાઓ|લિ ચિંગ પાઓ]] | |||
|next = [[પરકીયા/લિ પો|લિ પો]] | |||
}} |
Latest revision as of 07:40, 17 September 2021
પો ચુ
સુરેશ જોષી
આંસુ તે હું ક્યાંથી સારું
વદાય જ જ્યાં છાની છપની
હોય ક્યાંથી કશી વાતચીત
પ્રેમ જ જ્યાં કરીએ છાનોમાનો!
અમારાં બે હૃદય સિવાય
કોઈ બીજું એ જાણે નહિ
એકાકી પંખી પિંજરામાં પુરાઈને
રાતે લે છે વિસામો;
વસન્તમાં તીક્ષ્ણ તલવાર
છેડે છે જોડિયા ડાળને;
નદીનાં જળ, ડહોળાયેલાં તોય
બની જશે કદાચ નિર્મળ;
કાગડાનું માથું કાળું તોય
કદાચ થઈ જાય ધોળું.
પણ આ છાનીછપની વદાય
આ ચોરીછૂપીથી થતો પ્રેમ
એને તો આશા રાખવાની જ
ન હોય કશાંની.