પરકીયા/એક દિન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક દિન | સુરેશ જોષી}} <poem> એક દિન પૃથિવીના પથ પરે ફર્યો છું હુ...")
 
No edit summary
 
Line 19: Line 19:
ઘુવડની ધૂસર બે પાંખ આખી રાત કરે વાત આગિયાની સાથે.
ઘુવડની ધૂસર બે પાંખ આખી રાત કરે વાત આગિયાની સાથે.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/સાંજ ઢળે|સાંજ ઢળે]]
|next = [[પરકીયા/ઘાસતણા વક્ષથી|ઘાસતણા વક્ષથી]]
}}

Latest revision as of 08:03, 17 September 2021


એક દિન

સુરેશ જોષી

એક દિન પૃથિવીના પથ પરે ફર્યો છું હું; આ મારું શરીર
નરમ ઘાસને પથે ભમ્યું છે; બેઠું છે ઘાસની પર,
જોયાં છે નક્ષત્રો એને આગિયાની જેમ કૌતુકના અમેય આકાશે
ક્રીડા કરે; નદીનાં જળની ગન્ધે પૂર્ણ થાય આર્દ્ર સ્નિગ્ધ તીર
અન્ધકારે; પથે પથે શબ્દ સુણું કોઈકની નરમ સાડીનો,
મ્લાન કેશ રેખા દિયે; સાન્ત્વનાની વાત લઈ કોણ પાસે આવે
ધૂસર ખડીના હાથ જેવા હાથ એના – નગ્ન હાથ સન્ધ્યાના પવને
દેખા દિયે; હળદી ઘાસની પાસે મૃત હિમ પતંગિયાતણી
સુન્દર કરુણ પાંખ પડી રહે – જોઈ છે મેં; ચૂપ ઊભા રહી;
આકાશે નારંગી રંગ ફૂટી ઊઠે સાંજે – કાગડાઓ નીલ ભાસે;
અનેક લોકની ભીડે ડૂબી જાઉં – બોલ્યે જાઉં – હાથે હાથ રાખી;
કરુણ વિષણ્ણ કેશે કોઈ જાણે ક્યારેકનો ગભીર વિસ્મય
સંતાડી બેઠું છે અહીં… નક્ષત્રની નીચે સૂતો રહું હું એકાકી;
ઘુવડની ધૂસર બે પાંખ આખી રાત કરે વાત આગિયાની સાથે.