કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૩. પરકમ્માવાસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. પરકમ્માવાસી|બાલમુકુન્દ દવે}} <poem> આવી ચડ્યાં અમે દૂરનાં વ...")
 
No edit summary
 
Line 30: Line 30:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર|૨. સમદર]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૪. ચાંદની| ૪. ચાંદની]]
}}

Latest revision as of 07:21, 18 September 2021


૩. પરકમ્માવાસી

બાલમુકુન્દ દવે

આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું —
એ જ મથુરા ને એ જ રે કાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

સંત મળ્યા તેને સાંઈડું લીધું,
ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મા’લતાં
ભમવા નીસર્યાં લખચોરાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણકણમાં તીરથ —
એનાં અમે પરકમ્માવાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

૪-૪-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫)