કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૪. આકાશી અસવાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. રંગ રંગ હોળી | |||
|next = ૨૫. શ્રાવણ નીતર્યો | |||
}} |
Latest revision as of 07:52, 18 September 2021
૨૪. આકાશી અસવાર
બાલમુકુન્દ દવે
ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા! આવો અનરાધારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)