કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૯. લાડકડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. લાડકડી|બાલમુકુન્દ દવે}} <poem> પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦) }} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦) }} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૮. ધરતીની માયા | |||
|next = ૪૦. સોનચંપો | |||
}} |
Latest revision as of 09:02, 18 September 2021
૩૯. લાડકડી
બાલમુકુન્દ દવે
પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
— ને કરમાં કર સોંપ્યા લાડકડી!
મીઠી, આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
— તું તુલસીનો ક્યારો લાડકડી!
ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા :
— એવી તારી માયા લાડકડી!
સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
— ને પારકાં કીધાં લાડકડી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦)