કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૨. ગાન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ગાન|નલિન રાવળ}} <poem> આંખની શી રીતભાત? સખી, તું વાત કહે ભલી ભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૧)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૨૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ|૧૧. કવિનું મૃત્યુ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૩. વાર વાર|૧૩. વાર વાર]] | |||
}} |
Latest revision as of 09:39, 18 September 2021
૧૨. ગાન
નલિન રાવળ
આંખની શી રીતભાત?
સખી, તું વાત કહે ભલી ભાત.
પલમાં ફોરાં શ્રાવણીનાં જલ લોલમાં ઝૂલી
હેતની ખીલે કુસુમકલી,
પલમાં ગાઢાં આષાઢબાદલ છાઈ ર્હે, વળી
આગથી ભરી વીજ ઝબૂકી!
આંખની શી રીતભાત? સખી, તુંo
પલમાં કેવી આતુર મને આંજવા તારી આંખ
કરે લખ વાનાં,
પલમાં આઘો દૂર ફંગોળી પૂછતી મને
કોણ છો અને ક્યાંના?
આંખની શી રીતભાત? સખી, તુંo
પલમાં એવાં લાડ લડાવે,
નજરની ફૂલ હળવી એવી થપકી મારી
મનને મારા શુંય હુલાવે,
પલમાં તાતી તોછડી આંખે વેરતી
અગનઝાળથી રોમેરોમ જલાવે!
આંખની શી રીતભાત? સખી, તુંo
(અવકાશપંખી, પૃ. ૨૧)