કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૧૯. કિલ્લો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 30: Line 30:




{{HeaderNav2
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ|૧૮. સિંહ]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ|૧૮. સિંહ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો|૨૦. પાળિયો]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો|૨૦. પાળિયો]]
}}
}}

Latest revision as of 09:47, 18 September 2021


૧૯. કિલ્લો

નલિન રાવળ

(શ્રી શ્રીધરાણીને — એમણે શીખવેલા લયના સ્મરણમાં)
કરોળિયાના જાળા જેવું
બાઝ્યું
અહીં
આકાશ લટકતા કિલ્લાની ચારેબાજુ.
બરછી ભાલા તેગ ઢાલ
ઝૂઝતા મુછાળા જોદ્ધાનાં પ્હાડ-હાડ.
(જોબનવંતીનાં નેણ-બાણ)
દેમાર દોડતા ઘોડાની ખરીઓની કચ્ચર
ઢળતા હાથીના દળના દળની ધૂળ,
ધૂળ
માં
ઊખડેલાં વંશોનાં મૂળ
ઝંટીએ જોહરના અગ્નિની રાખ ઘૂમતો અવગતિયો વંટોળ
પાળિયા
ભૂંસતો
થળથળ.
પડતા આખડતા ટુરિસ્ટના
કૅમેરામાં
કેદ
લટકતો કિલ્લો;
કિલ્લાની ચારેબાજુ કરોળિયાના જાળા જેવું બાઝેલું આકાશ.
(અવકાશપંખી, પૃ. ૪૦)