કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૧. વાતી લૂ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. વાતી લૂ|નલિન રાવળ}} <poem> આભે તપતો સૂરજ તાતો પ્હાડ તણો બરડો...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૩)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૦. પાળિયો
|next = ૨૨. સિંહ અને વરસાદ
}}

Latest revision as of 09:49, 18 September 2021


૨૧. વાતી લૂ

નલિન રાવળ

આભે તપતો સૂરજ તાતો
પ્હાડ તણો બરડો ચિરાતો
વાતી લૂ

સૂકો ભંઠ પડેલો ઊભો
ખેતર વચ્ચે રડે ચાડિયો
વાતી લૂ

ધરતીના સાથળ સુકાણા
પંખીનાં ગાણાં ઓલાણાં
વાતી લૂ

થાન વછોયું બાળક રુએ
પડ્યું કોઈ પથરાળા કૂવે
વાતી લૂ

ભડકો થઈને નાસે ભૂત
ઝાડ જુએ નૈં એની પૂંઠ
વાતી લૂ

વાદળ-ઝંખી રાતી આંખ
એક અઘોરી પાડે રાડ
વાતી લૂ.
(અવકાશપંખી, પૃ. ૪૩)