કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૩. ઝૂમાં સુંદરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૫૬)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૫૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. સિંહ અને વરસાદ | |||
|next = ૨૪. પાનખર | |||
}} |
Latest revision as of 09:50, 18 September 2021
૨૩. ઝૂમાં સુંદરી
નલિન રાવળ
ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં જલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધખંત લોહ પિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…
(અવકાશપંખી, પૃ. ૫૬)