કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૬. બિલાડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બિલાડી|નલિન રાવળ}} <poem> તીવ્ર કીકીના ઘેઘૂર વનમાં ઝૂલવી ઝ...")
 
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૭)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૫. સાંજ સરતી
|next = ૨૭. રેતપંખી
}}

Latest revision as of 09:53, 18 September 2021


૨૬. બિલાડી

નલિન રાવળ

તીવ્ર કીકીના ઘેઘૂર વનમાં
ઝૂલવી ઝાઝાં તારક-ઝૂમખાં;
ચંદ્ર નચવતી
ક્ષિતિજ ટેકતી,
ઘાસ સૂંઘતી,
જલલહરી પે,
વૃક્ષડાળ પે
પ્હાડ ખીણ મેદાને
જંગી નગર-સ્મશાને
દોડી; ઘૂરકી; ગોળ ગોળ હસી નાચી;
નમણા નારી-ઉદરમાં ફરતી,
ગુલાબ જેવી કાળી
કાળા ગુલાબ જેવી ભીની લીસ્સી
ધીંગી પ્હોળી રાત-બિલાડી
રાતા રાતા
ઊંડા ઊંડા
(કોની સ્વપ્ન-બિલાડી?)
રાતા રાતા
ઊંડા ઊંડા
સૂર્ય-કૂવામાં ડૂબી મૂઈ.
(અવકાશપંખી, પૃ. ૬૭)