કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૭. રેતપંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૭૮)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૭૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૬. બિલાડી | |||
|next = ૨૮. સાંધ્યગીત | |||
}} |
Latest revision as of 09:53, 18 September 2021
૨૭. રેતપંખી
નલિન રાવળ
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી
એ
રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો,
એ
રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો,
એ
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશપંખી, પૃ. ૭૮)