કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૮-૪૯)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૪૮-૪૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૮. એકલ|૧૮. એકલ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૦. ખિસકોલીઓ|૨૦. ખિસકોલીઓ]] | |||
}} |
Latest revision as of 07:17, 21 September 2021
૧૯. અશબ્દ રાત્રિમાં
પ્રિયકાન્ત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવાં જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૮-૪૯)