કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૧. એ લોકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. એ લોકો|પ્રિયકાન્ત મણિયાર}} <poem> એ લોકો પ્હેલાં કાપડના તાક...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૦. પાનખર
|next = ૪૨. ઈસુની ઉક્તિ
}}

Latest revision as of 08:49, 21 September 2021


૪૧. એ લોકો

પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)