કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૭. પરપોટો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. પરપોટો|રમેશ પારેખ}} <poem> પાણી વચ્ચે — પરપોટો એકલદોકલ — પરપ...")
 
No edit summary
 
Line 34: Line 34:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૬. તમે ઘેર આવ્યાં ને, સોનલ...
|next = ૮. રાણી સોનાંદેનું મરશિયું
}}

Latest revision as of 09:20, 21 September 2021


૭. પરપોટો

રમેશ પારેખ

પાણી વચ્ચે — પરપોટો
એકલદોકલ — પરપોટો
જંતરમંતર — પરપોટો
પરપોટામાં તળાવ ઝૂલે — પરપોટો
પરપોટામાં સવાર ખૂલે — પરપોટો
નાગુંપૂગું આભ ઊતરી નાહતું એમાં — પરપોટો

પરપોટામાં બેઠાં બેઠાં
મૂંગા મૂંગા કાળા પહાડો
(પડછાયાની પોથી ખોલી
ઊંઘભરેલી આંખો માંડી
ઝોલાં ખાતાં પઢે પુરાણો) — પરપોટો

તડકા સાથે તાળી લેતું
અંધારાના કૂકા વીણતું
પવનડાળ પર હીંચકા ખાતું
ઝરણે ઝરણે ડૂબકી જાતું
ઘેઘૂર લીલું વન—
આવીને પરપોટાની પીઠે વળગ્યું — પરપોટો

પાંખ બીડીને પંખી બેઠું — પરપોટો
ટૌકાઓનાં ફૂલો ગૂંથ્યાં — પરપોટો
પાંખ વીંઝતું ફડફડ ઊડ્યું — પરપોટો
ફડફડ ફડફડ — પરપોટો
એકલદોકલ — પરપોટો
જંતરમંતર — પરપોટો

૨૫-૭-’૬૬/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)