કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૩. હેલ્લારો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. હેલ્લારો|રમેશ પારેખ}} <poem> આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૧૨. દરિયો રે... દરિયો ઝૂલે... કે ઝૂલે... | |||
|next = ૧૪. ભીંડીબજારમાં | |||
}} |
Latest revision as of 09:25, 21 September 2021
રમેશ પારેખ
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલીતો હેલ્લારો
આ સરખેસરખી કળીઓ રમતી શમણું શમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો
આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો
કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો
આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો
આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
૯-૧૨-’૭૨/શનિ, ૨૬-૮-’૭૮/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૫૫)