કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૫. ન મોકલાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. ન મોકલાવ|રમેશ પારેખ}} <poem> ::::આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૪. પ્રાણજીવન હરજીવન મોદી
|next = ૩૬. કોને ખબર
}}

Latest revision as of 12:32, 21 September 2021


૩૫. ન મોકલાવ

રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

૮-૮-’૭૯/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)