કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૫. દીવડો ઝાંખો બળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. દીવડો ઝાંખો બળે|ઝવેરચંદ મેઘાણી}} <poem> [રાગ: બિહાગ] દીવડો ઝ...")
 
No edit summary
 
Line 33: Line 33:
{{Right|(સોના-નાવડી, પૃ. ૩૪૭)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૩૪૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૪. થાકેલો
|next = ૩૬. બાળુડાંને
}}

Latest revision as of 08:48, 22 September 2021


૩૫. દીવડો ઝાંખો બળે

ઝવેરચંદ મેઘાણી

[રાગ: બિહાગ]
દીવડો ઝાંખો બળે –
રે મારો દીવડો ઝાંખો બળે.
આજે ઘેર અતિથિ આવે:
પલ પલ પડઘા પડે;
સકળ નગર સૂતું છે, સ્વામી!
તારાં સ્વાગત કોણ કરે. – દીવડોo

તારો રથ ગાજે છે ગગને:
ધરતી ધબક્યા કરે;
હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!
નયને નીર ઝરે. – દીવડોo

‘સાંજ પડ્યે આવું છું, સજની!’
એવું કહીને ગયો;
આજ યુગાંતર વીત્યે, વ્હાલા!
તારાં પગલાં પાછાં વળે. – દીવડોo

સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;
હાય, પ્રભાત હવે;
ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!
નીંદમાં સ્વપ્ન સરે.
દીવડો ઝાંખો બળે –
રે મારો દીવડો ઝાંખો બળે.

૧૯૧૮
મારું પહેલવહેલું ગીત.
(સોના-નાવડી, પૃ. ૩૪૭)