કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૭. શબદના સોદાગરને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૭. શબદના સોદાગરને|ઝવેરચંદ મેઘાણી}} <poem> [‘કર મન ભજનનો વેપાર...")
 
No edit summary
 
Line 92: Line 92:
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૬-૧૮)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૬-૧૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૬. બાળુડાંને
|next = ૩૮. તકદીરને ત્રોફનારી
}}

Latest revision as of 08:50, 22 September 2021


૩૭. શબદના સોદાગરને

ઝવેરચંદ મેઘાણી

[‘કર મન ભજનનો વેપાર’ — એ ભજન-ઢાળમાં
શબદના સોદાગરોની જાય ચલી વણજાર જી
ગગન-કેડા ધૂંધળા એની રજ તણે અંબાડ
ચલ મન શબદને વેપાર;
જી-જી શબદના વેપાર.

કોઈક લાદે પોઠિયા
કોઈ ગધે ભરતા ભાર જી;
કોઈક જોડે ગાડાંગાડી
ભીડાભીડ કતાર
જી-જી શબદના વેપાર.

નહિ જડે તુંને પોઠિયા
નવ ગધે ભર તારો ભાર જી;
આપણ કાંધે લઈ ગઠડિયાં
ઊપડ ધણીને દ્વાર
જી-જી શબદના વેપાર.

તારી જણશ વીરા જુદિયું
એના જુદા જાણણહાર જી;
જૂઠાં રે નામ એનાં પાડીશ નૈ
ભલે નવ જડે લેનાર
જી-જી શબદના વેપાર.

અતરિયો રે વીરા, એકલપંથી
બેસે ન હાટ બજાર જી;
એક જ પૂંભડે અવનિભર
એની ફોરમના છંટકાર
જી-જી શબદના વેપાર.

અતરિયા હો તારે કારણે
આજ અબજ ફૂલ બફાય જી;
અબજ માનવ-પૂંખડાં
ધગ ધગ જળે ઓરાય
જી-જી શબદના વેપાર.

એક શબદને પૂંભડે
જેની ખપે જીવન-વરાળ જી;
એવાં અબજને તોળવા
કૈંક બેઠા હાટ બકાલ
જી-જી શબદના વેપાર.

ઊછી ઉધારા અરક લઈ
માંહી ઘોળે તેલ ધુપેલ જી;
એવા સુરૈયાની કૂડી ચાલાકી,
નારી-રંજણ ખેલ
જી-જી શબદના વેપાર.

કોઈ ચાંદરણાં માગશે
કોઈ માગે રૂમઝૂમ રાત જી;
કોઈ કહે બીજી નવ ખપે
વિણ ભૂખ્યાં જનની વાત
જી-જી શબદના વેપાર.

હૈયા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી-જી શબદના વેપાર.

નહિ ચાંદો નહિ ચાંદની
નહિ નીલાં સાયર-નીર જી;
શબદને સરજે નહિ
ઘનમેહુલા ન સમીર
જી-જી શબદના વેપાર.

આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી;
તે દી શબદ-તણખા ઝરે
રગ રગ કડાકા થાય
જી-જી શબદના વેપાર.

ખાંપણમાંય તારે ખતા પડશે
તન હોશે તારાં ખાખ જી;
તોય શબદના દીવડા
હોશે પંથભૂલ્યાંની આંખ
જી-જી શબદના વેપાર.

શબદ-તણખે સળગશે
સૂની ધરણીના નિ:શ્વાસ જી;
તે દી શબદ લય પામશે
હોશે આપોઆપ ઉજાસ
ચલ મન શબદને વેપાર
જી-જી શબદના વેપાર.

૧૯૩૬
(સોના-નાવડી, પૃ. ૧૬-૧૮)