કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૨. એકલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. એકલો|ઝવેરચંદ મેઘાણી}} <poem> તુજ સુખની મ્હેફિલમાં તું સહુન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૨૯૫)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૨૯૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૧. સમશેર તારી ભોંઠી પડી રે | |||
|next = ૪૩. છેલ્લો કટોરો | |||
}} |
Latest revision as of 08:58, 22 September 2021
૪૨. એકલો
ઝવેરચંદ મેઘાણી
તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,
પણ જમજે અશ્રુની થાળ એકલો;
હોંશીલા જગને હસવા તેડું કરજે:
સંઘરજે ઉરની વરાળ એકલો.
તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજે:
ગોપવજે દિલ-અંધારાં એકલો;
બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજે:
પી લેજે વિષ તારાં તું એકલો.
તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,
ને સહેજે સર્પોના દંશ એકલો;
કીર્તિની કલગી સહિયારે કર દેજે:
ભોગવજે બદનામી-અંશ એકલો.
દિલદિલની દુ:ખ-વાતો દિલસોજીથી સુણજે:
ચૂપ રહેજે કાપી જબાન એકલો;
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજે:
કદમો ભરજે કંટક પર એકલો.
(સોના-નાવડી, પૃ. ૨૯૫)