પરકીયા/કહે પ્રિય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:


{{HeaderNav
{{HeaderNav
|previous=[[પરકીયા/– જયંત પારેખ|– જયંત પારેખ]]
|next = [[પરકીયા/સુન્દરી માર્જારી|સુન્દરી માર્જારી]]
|next = [[પરકીયા/સુન્દરી માર્જારી|સુન્દરી માર્જારી]]
}}
}}

Latest revision as of 11:55, 23 September 2021


કહે પ્રિય

સુરેશ જોષી

અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક્ષ્મછાય?
કહે પ્રિય, કહે મને, જેથી મને સમજાય:
રાત ઢળવાને સમે વૃક્ષમૂળે કમ્પે છાંય
તેમ ઉર તારું શાને છાયાસમ નયને છવાય?

તારું મ્લાન મુખ કરે મ્લાન સર્વ પરિવેશ
કરુણ કપોતી મમ, કહે, શો છે વિષાદ આ નેત્રે તવ?
નિકટ તું સરી આવ, અડવા દે કપોલે કપોલ,
કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’