પરકીયા/યુન્ગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[પરકીયા/સાતમી કવિતા|સાતમી કવિતા]] | |||
|next = [[પરકીયા/ચાઓ કુ|ચાઓ કુ]] | |next = [[પરકીયા/ચાઓ કુ|ચાઓ કુ]] | ||
}} | }} |
Latest revision as of 12:11, 23 September 2021
યુન્ગ
સુરેશ જોષી
આ વરસાદ
પડે છે તે બસ પડ્યે જ જાય છે!
આ કલાકના ઘંટા
બજે છે તે બસ બજ્યે જ જાય છે!
બારી બહારની કેળ
ટીપે ટીપે ધ્રૂજે છે;
અંદરનો આ દીવો
રહીને રહીને થરકે છે;
નથી ઘડાતો ઘાટ સપનાંનો,
નથી સળ સરખી કરાતી
વેદનાની કરચલીઓની!
શી રીતે સાંભળી રહેવાય આ વરસાદની ધારાને?
સૂના સૂના ચોકમાં એ તો છેક
સવાર સુધી
ટપક્યે જ જશે
ટીપે
ટીપે
ટીપે
ટીપે.