પરકીયા/અભીપ્સા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[પરકીયા/એક કાવ્યખણ્ડ|એક કાવ્યખણ્ડ]]
|previous = [[પરકીયા/એક કાવ્યખણ્ડ|એક કાવ્યખણ્ડ]]
|next = [[પરકીયા/અનિર્વચનીયા|અનિર્વચનીયા]]
}}
}}

Latest revision as of 12:21, 23 September 2021


અભીપ્સા

સુરેશ જોષી

આ આકાશ ભૂંસી નાંખો આજે.
અન્ધકારે રાત્રિ લીંપી દિયો,
જ્યોત્સ્ના ડુબાડી દો અનિદ્રાની ઘન કાલિમામાં.
ઢાંકી દિયો બંને આંખ, પવનનો વ્યૂહ ભેદી નાંખી
રાત્રિના ઘૂમટાઘેર્યા સમુદ્રનો પદક્ષેપ ધ્વનિ
ઢાંકી દઈ આવો દ્રુત પદે
રુંધી દઈ નિ:શ્વાસ પ્રશ્વાસ
નિ:શબ્દ ચરણપાતે.

સ્થિરતા – નિસ્તબ્ધ અન્ધકારે
અનિદ્રાના શૂન્યે થાઓ નિરાલમ્બ
આપણી શુભદૃષ્ટિ.
પૃથિવીને ચૂર્ણ ચૂર્ણ કરી
આકાશે વિખેરી નાંખી ચાલ્યા આવો અન્ધકારે
મારામાં જ આજે.