સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભાલચંદ્ર નેમાડે/દાદીમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દાદી, તારી ગોદમાં મોઢું ઘાલી જોરશોરથી રડનારું મારું બાળપણ ચાલ્...")
 
No edit summary
 
Line 17: Line 17:


{{Right|(અનુ. ઉર્વશી મ. પંડ્યા)}}
{{Right|(અનુ. ઉર્વશી મ. પંડ્યા)}}


{{Right|[‘રામણદીવાના ઉજાસે’ પુસ્તક : ૨૦૦૧]
{{Right|[‘રામણદીવાના ઉજાસે’ પુસ્તક : ૨૦૦૧]
}}
}}
</poem>
</poem>

Latest revision as of 12:15, 4 June 2021

દાદી, તારી ગોદમાં મોઢું ઘાલી જોરશોરથી રડનારું
મારું બાળપણ ચાલ્યું ગયું, તારી સાથે જ સૃષ્ટિની પેલે પાર…
તું જ દાયણ હતી મારા જન્મ વખતે.
તેં જ મારા મ્હોમાં શ્વાસ આપીને ફૂંક્યું’તું
જીવતરનું રણશંગૃં…
દાદીમા, તું મરી ત્યારે કોઈ રડ્યું નહીં,
કોઈનુંય ગળું ભરાયું નહીં.
દેખાઈ તારી તૂટેલી ખાટલી, ઘાઘરો-પોલકું, જસતનો તાટ-
જેમાંથી ભાખરી ખેંચી મંદિડી ખાઈ લેતી બિનધાસ્ત,
અને
ગોખલામાં અનેક વર્ષોના વૈધવ્ય સાથે મેળ ખાતો
તૂટેલા દાંતાવાળો લાકડાનો દાંતિયો,
જેમાંના ન નીકળનારા ધોળા વાળ મારાં આંગળાંને બરાબ્બર વળગ્યા.
દાદીમા, એકાણું વર્ષનાં તારાં છાણાં રાખ થયાં
અમારા બળબળતા કુટુંબના ચૂલામાં—.…

(અનુ. ઉર્વશી મ. પંડ્યા)

[‘રામણદીવાના ઉજાસે’ પુસ્તક : ૨૦૦૧]