ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/યોગેશ જોશી/ચંદરવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 168: Line 168:
‘ના, ભલે રહ્યો.’
‘ના, ભલે રહ્યો.’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/કૅટ-વૉક|કૅટ-વૉક]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/યોગેશ જોશી/ગંગાબા|ગંગાબા]]
}}

Revision as of 05:40, 28 September 2021

ચંદરવો

યોગેશ જોશી

શારદામાને સહેજે ઝંપ નહીં. આટલી ઉંમરે અને આવી તબિયતે ઓટલે બેઠાં છે તડકામાં. ઘરમાં બેસે તો દેખાય ક્યાંથી?! મોતિયો ઉતરાવેલી, ઝાંખું ઝાંખુંય માંડ જોઈ શકતી ઝીણી ઝીણી આંખો, શિયાળુ તડકાનો ઉજાશ અને ધ્રૂજતા હાથમાં સોયદોરો. આજુબાજુ પડેલા રેશમી કાપડના નાના-મોટા રંગબેરંગી ટુકડાઓ.

‘લી છોડી…’ શારદામા બોલ્યાં, ‘કુણ સ? મનં તો બળ્યું અવ ભળાતુંય નહીં, કોક છોડી રમ સ એટલું દેખાય. પણ કુણ સ એ ખબર નોં પડ. ઓય આવજે લગીર. આ દોરો પરોઈ આલજે.’

છેલ્લા કેટલાય મહિનાઓથી, શારદામા આમ ઓટલે બેઠાં હોય ને રંગબેરંગી નાનામોટા ટુકડાઓ સાંધીને ચંદરવો બનાવતાં હોય.

‘શું કામ આંખો બગાડો છો, બા?’ સુરેશે કહેલું, ‘બેઠાં બેઠાં માળા કરો ને!’

‘એ તનં હમજણ નોં પડ.’

‘પણ બા, હમણાં આપણા ઘરમાં પ્રસંગ પણ ક્યાં આવવાનો છે?’

‘શું બોલ્યો? અવ ફરી આવોં વેંણ કાઢતો નંઈ. ગીતાનં જનમે દહ વરહ થયોં તે હું થયું? મીના આઈ એ પસ અગિયારમે વરસે તું આયો’તો. વહુનં દા’ડા રે’શે નં છોકરો જ આવશે. અનં ઈનીં જનોઈ જોયા વના મનં મોત ની આવ, હમજ્યો?’

‘બા,’ ક્યારેક દીકરાની વહુ ધીમા સાદે સમજાવતી, ‘પ્રસંગ હશે ત્યારે મંડપવાળા જ ચંદરવો બાંધી જશે. તમે આરામ કરો ને બા, આંખે દેખાતું નથી તોય…’

‘એ તનં હમજણ નોં પડ. નવરી બેહી રહું તો મોત વે’લું આવ. મીના પઈણી તાર મંડપવાળા મંડપ બોંધી ગ્યા’તા, પણ ચંદરવો તો મીં મારી જાતે બનાયેલો જ બંધાવડાયો’તો. એ ચંદરવો મીં હાચવી રાખ્યો’તો તે સુરિયાના લગનમોં કોંમ આયો. એ પછીય એ ચંદરવો મીં હાચવીને રાખ્યો’તો ક ફરી પ્રસંગ આવ તાર કોંમ આવ… પણ ફરી પ્રસંગ નોં આયો. ગીતા જનમી ઈંના પગલે ઘરમોં આટલી લક્ષ્મી આઈ તે ઈના જ પગલે ભગવોંન દીકરોય આલશે. બસ, એ દીકરાની જનોઈની વાટ જોતી હું રોજ આ ચંદરવામોં ટોંકા લઉં સું. જૂનો પેલો ચંદરવો તીં હાચવ્યો નંઈ તે ઉંદેડાએ કોરી ખાધો. પણ ઈનું તો કાપડેય કોહી ગ્યું’તું…

શારદામાને આટલાં વરસ થયાં. આંખો લગભગ ગઈ. વાના કારણે થોડાંક ડગલાંથી વધારે ચાલવાનુંય બંધ થયું. શરીર પરની ચામડી… ચામડી? ના, કરચલીઓ જ કહો. આંખે ને હાથે-પગે રોજ આવતા સોજા. ખોરાક અને ઊંઘ પણ નહીંવત્. બી.પી.ની તકલીફ. પણ અવાજ ઘૂઘરા જેવો. એમની વાતોમાં ક્યારેય ઓટ નહીં. સતત ભરતી જ. પગ ભાંગ્યા ત્યારથી ભજનમાં જવાનું બંધ થયું. નહીંતર ભજનમંડળીમાં શારદામા ભજનોની જે રમઝટ બોલાવતાં… કાનુડાનું ભજન ગવડાવતાં ગવડાવતાં એમની ભીતરમાંથી એવું તો પૂર ઊમટતું કે, કોઈ બાઈ એના એકાદ-બે વરસના દીકરાને લઈને આવી હોય તો એ ટેણકાને તેડીને શારદામા નાચવા લાગતાં. એની નાની ચોટીમાં મોરપિચ્છ ખોસતાં ને જો છોકરું ડાહ્યુંડમરું હોય ને રડે નહિ તો ભજનોને અંતે માતાજીના ફોટાની આરતીના બદલે આ નાનકડા કાનુડાને જ પાટલા પર બેસાડી એની આરતી ઉતારતાં! પણ એ બધું તો હવે ભૂતકાળ બની ગયું…

ઉંમરે અને વાએ શારદામાના પગ ભાંગ્યા એ પછીય ભજનમંડળીની બહેનો ઘોડાગાડી કરીને એમને તેડી જતી. વાથી ઢીંચણના સાંધા રહી ગયા હોય તે પગ બિલકુલ સીધા ન થાય છતાં શારદામા ગાતાં ગાતાં ઊભાં થઈને થોડા વળેલા પગેય ડગુમગુ નાચતાં. પછી ટાંટિયા સાવ ભાંગ્યા ત્યારે નાચવાનું બંધ થયું. પણ ગાવાનું ચાલુ — ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી… રે…’

એક વાર તો, એમણે ગીત ઉપાડ્યું, ‘મેહુલો ગાજે ને માધવ નાચે…’ ને ભાવાવેશમાં ટાંટિયા કામ નથી કરતા એ ભુલાઈ જ ગયું! એ તો ફટ કરતાંક ઊભાં થયાં, આંખો મીંચાઈ, બે હાથ નૃત્યની મુદ્રામાં ઊંચા થયા… પણ પગે કહ્યું ન કર્યું તે પડ્યાં ને થાપાનું ફ્રૅક્ચર.

એ પછી ભજનમંડળીમાં જવાનું બંધ થયું, પણ ભજન થોડાં બંધ થવાનાં હતાં? ઓટલે ચંદરવો બનાવતાં બેઠાં હોય ત્યારે ભજનો તો વહેતાં જ હોય. પણ હા, ચોમાસાની નદીઓ જેવાં નાચતાં, ઊછળતાં, ઘૂઘવતાં લયવાળાં નહિ; પણ શાંત ધીમા સૂરલયવાળાં.

પેલી છોકરીએ સોયમાં દોરો પરોવી આપ્યો. શારદામાએ ટાંકા લેવાનું શરૂ કર્યું. હવે ખાસ કામ બાકી નહોતું. ચંદરવો પૂરો થવામાં હતો. જો મહિનો માંદગીમાં ન ગયો હોત તો ક્યારનોય બની ગયો હોત — ચંદરવો. શારદામાને હાર્ટ ઍટેક આવી ગયેલો. ડૉક્ટરે પૂરા આરામનું કહેલું, પણ થોડુંક ઠીક થતાં જ શારદામા ધીરે ધીરે ડગ ભરતાં આવ્યાં ઓટલા પર, હાથમાં રેશમી ટુકડાઓ અને અધૂરા ચંદરવાનું પોટકું લઈ. બરાબર એક મહિના સુધી ઓટલો સૂનો થઈ ગયેલો ને આજે ફરી ઓટલો શોભી ઊઠ્યો — રંગબેરંગી રેશમી ટુકડાઓ અને અધૂરા ચંદરવાથી.

ટાંકા લેતાં લેતાં શારદામાે ઉપર જોયું.

બસ, બરા…બસ ત્યોં જ આ ચંદરવો લગાઈશું…

આ વિચાર સાથે જ શારદામાને હજી અધૂરો છે એવો ચંદરવો, પૂરો થઈ ગયેલો અને ઉપર ટીંગાતો દેખાયો — ઝાંખો ઝાંખો નહીં, ચોખ્ખોચણક! રેશમની સુંવાળપ અને ચળકાટ સાથેના બધા જ રંગો અને ભાત એકદમ ચોખ્ખાં!

…આટલું ચોખ્ખું તો મનં ક્યારેય ન’તું ભળાતું… મારી ઓંખો હારી થઈ ગઈ ક હું?! કૅં સ ક એંસી-નેવું થયાં પસ કોઈ કોઈને નવા દાંત ફૂટ સ ઈંમ મારી ઓંખોમાં નવું તેજ ફૂટ્યું ક હું?! અવ નવા દોંત ફૂટશે?!…

‘બા…’ દીકરાની વહુએ કહ્યું.

‘બા…’ ફરી મોટેથી કહ્યું.

શારદામાએ ચહેરો ફેરવ્યો.

‘તબિયત હજી ઠીક નથી થઈ ને ક્યાં આ બધું લઈને ઓટલે બેઠાં? મને તો એમ કે તમે અંદર સૂતાં છો. રહેવા દો ને બા; આપણે નવો ચંદરવો ખરીદી લઈશું.’

‘તનં હમજણ નોં પડ. કોકે બનાયેલા ચંદરવામોં ન મીં બનાયેલા ચંદરવામોં આભ-જમીનનો ફેર. વળી, મંડપવાળાનો ચંદરવો તો હત્તર ઠેકાણે વપરાયેલો હોય, હમજી?’

‘તો બા, બાકીના ટાંકા હું લઈ આપું?’

‘હજી મારા હાથ ભાંગી નથી ગયા.’

પડોશીઓ તો કહેતાં પણ આજે વહુનેય લાગ્યું કે ઉંમર થઈ તે બાનો સ્વભાવ… ‘શારદાબુન’, પડોશમાં રહેતાં ડોસી સામેથી આવતાં બોલ્યાં, ‘આ હું ઓંખો ફોડવા-બેઠાં સો? ચંદરવો બનાઈનં વળી હું કરવું સ તમાર? હૂત હૂત માળા કરો ન તમતમાર. અવ ભગવોંનનું નોંમ વધાર લો… સંસારમોં બઉ મન નોં રાખશો. ગોંડોં થ્યોં સો ક હું? જ્યાર જુઓ ત્યારે બસ, ચંદરવો જ ચંદરવો… ચંદરવો તમારી જોડે નીં આવ. હા, મું તો હાચો અક્સર કું. આ હાર્ટ ઍટેક આઈ જ્યો તોય હજી ચંદરવામોંથી ચિત નથી હટતું? અનં તમાર ઘરમોં ક્યોં કોઈ પ્રસંગેય આબ્બાનો સ?…’

અત્યાર સુધી ચૂપ રહૈલાં શારદામાનો ગુસ્સો ભભૂક્યો. આંખો રાતી મરચાં જેવી થઈ. જમણો હાથ ઊંચકાયો, શરીર ધ્રૂજવા લાગ્યું ને જ્વાળામુખીની જેમ એમના કંઠે અવાજ ફૂટ્યો. ‘મેર મૂઈ… ઝેરીલી, અવથી તારું કાળું મૂઢું નોં બતાવતી મનં… નં મું મરી જઉં નં તાર રોવાય નોં આવતી…’

નક્કી, શારદાબુનનું ચસકી જવાનું — એવું બબડતી પેલી ડોસી ચાલી ગઈ.

શારદામાની સંભાળ રાખવા વહુ ચૂપચાપ એમની પાસે બેઠી. સુરેશ પણ બારણામાં ઊભો રહેલો. પણ શારદામાને ઘરમાં જવા માટે સજાવવાની કોઈની હિંમત ન ચાલી.

થોડીક ક્ષણો એમ જ ચૂપચાપ પસાર થઈ.

ઝીણા ઝીણા ટાંકા લેતાં શારદામાના ધ્રૂજતા હાથોથી થોડાક ટાંકા મોટા મોટા લેવાઈ ગયા. પછી એમનો હાથ અટક્યો.

મનમાં થયું. વહુનં છોકરો આવ નં એ જનોઈ દેવા જેવડો થાય એટલું તો મું અવ નંઈ કાઢું… પણ આ ચંદરવો પૂરો થાય એટલા દા’ડા તો કાઢે જ કાઢે…

એમની આંખો વધારે ઝીણી થઈ. કપાળમાંની ઢગલોએક કરચલીઓ એકમેકની વધારે નજીક આવી ને એમની દૃષ્ટિ કશાક અદૃશ્યને જોવા લાગી.

‘વહુ બેટા,’ શારદામા બબડતાં હોય એવું બોલ્યાં, ‘કેટલાં વરસોથી ઘરમાં પ્રસંગ નથી આયો?’

‘મારાં લગનને થયાં એટલાં.’

‘સુરેશનં બોલાય.’

જાળી પાસે ઊભેલો સુરેશ આવ્યો.

‘જો સુરિયા, કેટલોં બધોં વરસોથી આપડા ઘરમોં પ્રસંગ નથી આયો… તે મનં થાય સ ક અવ એકાદ પ્રસંદ કરીે નં નાત આખી જમાડીએ.’

સુરેશને થયું, કેમ બા આમ બોલે છે? હમણાં ક્યાં કોઈ જ પ્રસંગ આવવાનો છે?! બાને ક્યાંક…

‘જો બેટા,’ ધીમો સાદ વધારે ધીમો કરીને શારદામા બોલ્યાં, ‘જો, અવ મું ઝાઝું નથી કાઢવાની… વહુનં દીકરો આવ નં ઈંની જનોઈ જોઈનં જવાની ઇચ્છા હતી. પણ અવ ભગવોંનની મરજી એવી નથી… તે થાય સ ક મરતાં પહેલાં એકાદ પ્રસંગ જોઈનં જઉં… તે મારી જીવતક્રિયા ઊજવીએ…’

‘જેવી તમારી ઇચ્છા, બા.’

‘તો જો. વૅલામોં વૅ’લું મૂરત જોવડાવ નં ક્યાડ છપાઈનં મોકલી દે બધોંનં. મોકલ એ પૅ’લાં મનં બતાવજે. કોઈ નોંમ રઈ નોં જાય. નં બૅંકમોંથી પૈસા ઉપાડીનં બધી વ્યવસ્થા કરવા મોંડ. ધૂમધોંમથી જીવતક્રિયા ઊજવવી સ…’

પછી તો મુહૂર્ત જોવડાવ્યું. કાર્ડ છપાવીને બધાંને મોકલ્યાં. શારદામાની દીકરી મીના, અને એની બેય દીકરાઓ — જયા, માયાને તો ખાસ્સાં વહેલાં બોલાવી દીધાં. જમાઈ પછીથી આવે એ ચાલે. પણ દીકરીઓને તો વહેલી જ બોલાવવી પડે ને? એમને જે કંઈ ખરીદવું હોય એ જાતે પસંદ કરે ને? સજ્યામાં મૂકવા માટેનો સોનાનો હાર ઘડાવવા દઈ દીધો. બીજી વસ્તુઓ — પલંગ, ગોદડું, રજાઈ, મંગળસૂત્ર, વાસણકૂસણ ને બીજી કંઈ કેટલીય ચીજવસ્તુઓ ખરીદાવા માંડી. શારદામા બધાંને બોલાવીને પૂછતાં ને જેને જે જોઈએ તે ખરીદાવતાં ને ચંદરવો પૂરો કરવામાં તો ખાસ્સો સમય આપતાં. ચંદરવાના ટાંકા લેતાં લેતાં, પોતાના જીવતરમાંથીય, સમયના કેટલાક રંગબેરંગી ટુકડાઓ સંધાઈ સંધાઈને શારદામાના હૃદયમાંય જાણે એક ચંદરવો રચાતો જતો. એમનામાં રોજ રોજ નવો જ ઉત્સાહ અને સ્ફૂર્તિ ફૂટતાં જતાં.

જયા-માયાએ તો કેટલાંક પુસ્તકોય માગ્યાં. તો એય શહેરમાંથી મગાવ્યાં. ને ગીતા માટે ઢગલોએક રમકડાં.

‘મમ્મી’, જયાએ પૂછ્યું, ‘જમણવારમાં શું કરવાનું? મને તો લાડુ સહેજે ના ભાવે.’

‘આવા પ્રસંગે તો લાડુ જ થાય, બીજું નોં કરાય.’

‘હું કોંમ નોં કરાય?’ શારદામા તરત બોલ્યાં, ‘ભોંણીનં જે ખાવું હોય એ બનાવડાવજો.’

પછી નક્કી થયું — શિખંડ, પૂરી, બે શાક, કઠોળ, કચુંબર. રાયતું, ફરસાણ અને કઢી-ભાત.

જમણવારનો સામાન — તેલના ડબા, અનાજ, કઠોળ વગેરે ખરીદાયું. ને એ વીણવાકરવાનું કામ ચાલવા લાગ્યું, ઘરની સાફ-સૂફી થઈ. બધાંય તાંબા-પિત્તળનાં વાસણો મંજાવ્યાં. ઘર ધોળાવ્યું ને દીવાલોનો નીચલો અડધો ભાગ લીલા રંગથી રંગાવ્યો. ગજબ સ્ફૂર્તિથી શારદામા આ બધાની દેખરેખ રાખતાં.

એમનો ચંદરવોય તૈયાર થઈ ગયો.

ધોળાવતી વખતે દેવદેવીઓના ને બીજા ફોટાઓ નીચે ઉતારેલા. એ જોતાં શારદામાએ કહેલું, ‘આ બધાય ફોટા જૂના થઈ ગ્યા સ તે સુરેશ, જા, બધાય ફરીથી મઢાય અનં બધામોં ઇસ્ટીલની ફરેમ નંખાવજે.’

‘અને બા,’ માયા બોલી. ‘તમારા ચહમાની ફરેમય ઇસ્ટીલની મંગાવો ને!’

‘મેર મૂઈ! મારા ચાળા પાડ’સ! પણ અમને તે ક્યાંથી આવડ તમારા જેવું બોલતાં? હારુ ભૈ સુરેશ, મારા ચહમાની ફરેમય ઇસ્ટીલની. બસ માયા, અમં રાજી?

પછી ફોટાઓ ફરીથી મઢાવ્યા ને શારદામાએ કહ્યું તે પ્રમાણે ટીંગાડ્યા. બાનાં સ્ટીલની ફ્રેમવાળાં ચશ્માંય તૈયાર થઈ ગયાં.

‘હા…!’ માયા બોલી. ‘બા તો નવાં ચશ્માંમાં જામે છે, હોં!’

‘અરે મું જુવોંન હતી તાર તો…’ કંઈક બોલતાં બોલતાં શારદામા અટકી ગયાં. પણ, પણ… આ ઉંમરેય, સોળ વરસની શરમ એમના ચહેરા પરની કરચલીઓ ઓળંગતી ઊભરાઈ આવી!

બધાંય માટે નવાં કપડાં સિવડાવવાનો શારદામાનો હુકમ થયો.

આ સાંભળી જયા તો મશ્કરી કરતાં બોલી, ‘પણ બા, આ તો મરણ પછીની ક્રિયા તમે એડવાન્સમાં ઊજવો છો ને? તે અમારે બધાંને સફેદ કપડાં ના પહેરવાં પડે? ને મમ્મીને અને મામીને કાળો સાલ્લો…’

‘બસ, બસ, બંધ કર. ચિબાવલી, આટલી ઘઈડી ક્યારથી થઈ ગઈ? જો, હોંભળ, હું મરી જઉં નં એ પછીય કોઈએ કાળા હાલ્લા પેરવાના નંઈ, ક રોવા-કૂટવાનું નંઈ, ઈંમ જોંવાનું ક હું જોંણ બા’રગોંમ ગઈ. અનં…’

બાળ કાનુડાના ફોટા પર નજર પડતાં જ શારદામા ક્યાંક ખોવાઈ ગયાં. એકીટશે થોડી વાર ફોટા સામે જોઈ રહ્યાં. પછી બોલ્યાં. ‘અનં સુરિયા, એક વાત તો રઈ જ ગઈ!’

‘શું બા?’

‘ભેગાભેગી ભાગવત-સપ્તાહ પણ બેહાડીએ નં ભાગવતના બધાય પ્રસંગો ધામધૂમથી ઊજવીએ.’

ભાગવત સપ્તાહનુંય ગોઠવાયું.

મુહૂર્તનો દિવસ આવ્યો. જાણે લગ્ન કે જનોઈ હોય એટલી ધમાલ! એક બાજુ ગોરમહારાજના મંત્રોચ્ચાર અને વિધિ ચાલે. બીજી બાજુ ભજનોની રમઝટ અને સજ્યા તથા જમણવારની તૈયારીઓ.

શારદામાએ બનાવેલો ચંદરવો પવનમાં ઝૂલતો હતો. રેશમી ટુકડાઓના અલગ અલગ રંગો તડકામાં ઝળહળતા હતા.

વિધિ પૂરી થઈ. સજ્યા તથા જમણવાર પણ પત્યાં. આગ્રહ કરી કરી બધાંને જમાડ્યાં.

ગામ આખામાં વાતો છલકાતી હતી —

— આવું જીવતિયું તો કોઈ દિ’ ન’તું ભાળ્યું!

— આવી જીવતચરા તો કોઈ દા’ડો થઈ ન’તી નં થશેય નંઈ. રંગ સ શારદામાનં.

— જીવતક્રિયાય આટલી ધામધૂમથી!

— જીવતક્રિયામાંય આવો જમણવાર!

— સાધુસંતો, ગરીબો ને ભિખારીઓનેય કેટકેટલું વહેંચ્યું! શારદામા ઘણું જીવો!

આનંદ, ઉત્સાહ, ઉમંગ, મજાકમશ્કરીઓ ને ધમાલમાં દિવસ આખોય પૂરો થયો. રાત્રેય જમણવાર પછી મોડી રાત સુધી ઘરમાં ભજનો અને આંગણામાં નાની છોકરીઓ અને વહુઓના ગરબાની રમઝટ. પછી આરતી અને પ્રસાદ.

‘અલી છોડીઓ નં વહુઓ.’ શારદામાના અવાજમાં હરખ માતો ન હતો, ‘આજે જેવું ગાઓ છો એવું ભાગવત સપ્તાહ પૂરી થાય ત્યોં હુદી રોજ્જે ગાવાનું સ, હોં ન! છેલ્લે દા’ડ સરસ મઝાની લોંણીય કરીશું. હોં ક!’

પણ કોને ખબર હતી કે ભાગવત સપ્તાહ સાંભળવા કે લહાણી વહેંચાતી જોવાય શારદામા રહેવાનાં નથી!

આરતી-પ્રસાદ પછી શારદામા સૂઈ ગયાં.

ને પરોઢિયે માળા કરતાં કરતાં જ શારદામા ઢળી પડ્યાં…

મરણની ચુપકીદી છવાઈ ગઈ અંદર-બહાર. આખુંય વાતાવરણ સ્તબ્ધ. હૈયાફાટ રુદન અને આશ્વાસન અને રુદન…

થોડી વારે સુરેશ થોડો સ્વસ્થ થયો.

એ પછી થોડી વારે સ્ત્રીઓ પણ કંઈક સ્વસ્થ થઈ. ત્યાં ઓચિંતું ભાન થયું. ‘લી, આપણે બધાંએ નવાંનક્કોર કપડાં પહેર્યાં છે ને! હવે!?!’

પછી સફેદ સાડીઓની શોધાશોધ.

‘સુરેશભાઈ,’ કોકે પૂછ્યું, ‘બહાર છે એ રંગબેરંગી ચંદરવો ઉતારી દેવો છે?’

‘ના, ભલે રહ્યો.’