રવીન્દ્રપર્વ/૭૦. ઓ આમાર ચાઁદેર આલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૦. ઓ આમાર ચાઁદેર આલો| }} <poem> હે મારી ચાંદની, આજે ફાગણની સાંજ વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૭૦. ઓ આમાર ચાઁદેર આલો| }} | {{Heading|૭૦. ઓ આમાર ચાઁદેર આલો| }} | ||
{{Poem2Open}} | |||
હે મારી ચાંદની, આજે ફાગણની સાંજ વેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠ્યો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગન્ધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂક્યો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જાય છે. | હે મારી ચાંદની, આજે ફાગણની સાંજ વેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠ્યો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગન્ધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂક્યો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જાય છે. | ||
{{Right|(ગીત-પંચશતી)}} | {{Right|(ગીત-પંચશતી)}} | ||
{{Poem2Close}} | |||
Latest revision as of 11:51, 2 October 2021
૭૦. ઓ આમાર ચાઁદેર આલો
હે મારી ચાંદની, આજે ફાગણની સાંજ વેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠ્યો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગન્ધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂક્યો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જાય છે. (ગીત-પંચશતી)