રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથ અને ગુજરાતી સાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રવીન્દ્રનાથ અને ગુજરાતી સાહિત્ય|}} {{Poem2Open}} સાહિત્યના સર્જન...")
 
No edit summary
 
Line 13: Line 13:
સમર્થ કવિ પોતાના સર્જનમાં પોતાની ભાષાની સમસ્ત કાવ્યપરમ્પરાના સમૃદ્ધ અંશોને પ્રકટ કરે છે. અથર્વવેદના ઋષિકવિએ આ પથ્થર, ધૂળ અને માટીની પૃથ્વીને વન્દન કરતાં કહ્યું: શિલાભૂમિરસ્માપાંસુ: તસ્યૈ હરિણ્યવક્ષસે પૃથિવ્યામ્ અકરં નમ:| એમણે આ પૃથ્વી જ આનન્દમયી બની રહે અને અહીં જ સખ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરતાં કહ્યું: પૃથિવી ન: સયોના| ઇહૈવ પ્રાણ: સક્યે નો અસ્તુ| પૃથ્વીને માટેનો આવો પ્રેમ અને પરલોકપરાયણતાને સ્થાને આ ઇહૈવનો સૂર રવીન્દ્રનાથની કવિતામાં આપણને સાંભળવા મળે છે. સીમામાં રહીને અસીમની નિબિડ ઉપલબ્ધિ, રૂપના સાગરમાં ડૂબકી મારીને જ અરૂપને પામવાની આશા એમની કવિતામાં વ્યક્ત થઈ છે. આથી પ્રકૃતિના સંસ્પર્શથી સૃષ્ટિના આદિકાળ સાથે પોતાની ચેતનાને સંપૃક્ત કરીને કાળથી અવ્યવહિત એવી અખિલાઈનો રવીન્દ્રનાથ અનુભવ કરે છે. એમનો ઈશ્વર શરૂઆતમાં પ્રિયતમ કે સખા રૂપે દેખાય છે, પણ પાછલી કવિતામાં સર્વવ્યાપી બૃહત્ તત્ત્વ રૂપે જ એ પ્રકટ થાય છે. વાલ્મીકિ અને કાલિદાસ પછી ફરી એક વાર રવીન્દ્રનાથમાં આપણે આપણા દેશની સમગ્રતાની માનસી છબિ નિહાળીએ છીએ. સંસ્કૃત કાવ્યસાહિત્યના વૈભવના, એઓ સાચા ઉત્તરાધિકારી છે. સંસ્કૃત કાવ્યસાહિત્યનો રવીન્દ્રનાથ દ્વારા થતો પુન:પરિચય દરેક ભાષાને અનેક રીતે ઉપકારક નીવડ્યો છે. લપટા થઈ ગયેલા સંકેતો અને રૂઢ કવિસમયો, અલંકારયોજનાની પ્રચલિત ધાટી: આ મર્યાદાઓને ઉલ્લંઘીને એમણે સંસ્કૃતના વારસાને પાદપીઠ તરીકે વાપર્યો. અલંકારરચનામાં ચાતુરીભરી કરામતથી પ્રસ્તુત અને અપ્રસ્તુતને અથડાવી મારવાને બદલે ઉત્પ્રેક્ષા જેવા અલંકારોમાં મનની સૂક્ષ્મતમ ભાવચ્છાયાઓને પણ ભેગી વણી લેવાની કળાસૂઝ પ્રકટ કરી. સદ્ય જાગ્રત વિસ્મયને કારણે એમની કવિતામાં એક પ્રકારની તાજગીનો અનુભવ થાય છે.  

મહાભારતકારની જેમ રવીન્દ્રનાથે માનવની મહત્તાને પણ બુલંદ કણ્ઠે ગાઈ છે. માનવી છે તો જ ઈશ્વરનું ઈશ્વરપણું પ્રકટ થાય છે. સ્વર્ગની રચનામાં રવીન્દ્રનાથે મનુષ્યને સહભાગી ગણ્યો છે. માનવ હોવાનું જે ગૌરવ છે તેનાથી આકર્ષાઈને તો દેવોનેય પૃથ્વી પર આવવાનું આકર્ષણ થાય છે. પૃથ્વી આખી એક કુટુંબ અને દેશ, જાતિ, રાજ્યવ્યવસ્થાથી વિચ્છિન્ન થયા વિનાના અખંડ એક વિશ્વમાનવની એમની કલ્પનાએ ઘણી ભાષાના કવિઓને પ્રભાવિત કર્યા છે. આ માનવીને લાખ જોજન દૂરના તારા સાથે પણ ઘનિષ્ઠ સમ્બન્ધ છે. આવી અખિલાઈની અનુભૂતિ એ રવીન્દ્રકાવ્યનો પ્રધાન રસ છે.

રવીન્દ્રનાથનો પ્રભાવ મુખ્યત્વે કાવ્યના ક્ષેત્રમાં વરતાય તે સમજાય તેવું છે. ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થયેલા કવિ ‘કાન્ત’ને ‘ગીતાંજલિ’માંનો બ્રાહ્મોસમાજી ઈશ્વર રુચ્યો. એમણે ૧૯૧૯માં ગીતાંજલિનો અનુવાદ કર્યો. શાન્તિનિકેતનમાં અધ્યાપન કરી આવેલા નરસંહિભાઈ પટેલે ‘નૈવેદ્ય’નો ભાવવાહી ગદ્યમાં અનુવાદ કર્યો. એ પોતે તો નાસ્તિક હતા, છતાં આ કવિતા એમને સ્પર્શી ગઈ. શાન્તિનિકેતનમાં રહી આવેલા કવિઓ અને ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને રવીન્દ્રસાહિત્યના સંસ્કાર ઝીલનારા કવિઓએ પોતાની કૃતિઓમાં રવીન્દ્રનાથની પ્રકૃતિને માટેની નિબિડ આત્મીયતા અને સૌન્દર્યબોધને આત્મસાત્ કરી લીધાં. રવીન્દ્રનાથના કાવ્યમાંના સાંગીતિક તત્ત્વે પણ કેટલાક કવિઓને આકર્ષ્યા. આ રીતે સ્નેહરશ્મિ, કૃષ્ણલાલ શ્રીધરાણી, રાજેન્દ્ર શાહ, પ્રહલાદ્ પારેખ, નિરંજન ભગત આદિની કવિતામાં રવીન્દ્રનાથે સર્જેલી સાહિત્યિક આબોહવાનો ઓછોવત્તો સ્પર્શ અનુભવાય છે. માનવી હોવાના ગૌરવની બુલંદ ખુમારી અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના ઉમાશંકરમાં દેખાય છે પણ તે કેવળ રવીન્દ્રનાથના પ્રભાવને જ કારણે છે એમ કહી ન શકાય. સુન્દરમ્માં એક બાજુ વાસ્તવની નિર્ભ્રાન્ત અભિજ્ઞતા છે તો બીજી બાજુ સૌન્દર્યને માટેની ઉત્કટ અભીપ્સા પણ છે. આ ધરતીને માટેનો પ્રેમ, પ્રકૃતિની સાથેની આત્મીયતા અને ભૌગોલિક સીમાડાને ઉલ્લંઘી જતી માનવમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ એ રવીન્દ્રનાથની પરોક્ષ અસર રૂપે હોઈ શકે.

કાવ્ય સિવાયનાં બીજાં સાહિત્યસ્વરૂપો મોટે ભાગે પશ્ચિમની ાસર નીચે વિકસયાં છે. કાવ્યમાં પણ ધૂંધળી ભાવાળુતા કે એકાદ ભાવસ્થિતિના લઘુતરલ આલેખનને સ્થાને સ્ફટિક-કઠિન મૂર્તતા પ્રતીક અને કલ્પનોની મદદથી પ્રકટ થવાની જે પ્રવૃત્તિ છે તે પશ્ચિમની અર્વાચીન કાવ્યધારાના સમ્પર્કને કારણે છે. આ ઉપરાન્ત અવચેતનાને સ્તરે જઈને સંવેદનોને જોવાનો, ત્યાંના અધ્યાસપિણ્ડથી એને પરિપુષ્ટ કરીને વ્યક્ત કરવાની રીતિ પણ રવીન્દ્રભાવથી નિરપેક્ષ રૂપે પ્રવર્તે છે.

નવલકથા અને નવલિકાના ક્ષેત્રમાં રવીન્દ્રનાથનો સીધો પ્રભાવ જોઈ શકાતો નથી. બચુભાઈ શુક્લ કે દર્શક જેવા કોઈકની નવલકથાઓમાં કે સ્નેહરશ્મિ, કિશનસંહિ ચાવડા આદિની નવલિકાઓમાં એનો પરોક્ષ પ્રભાવ બતાવી શકાય. નાટકના ક્ષેત્રમાં રવીન્દ્રનાથનું આગવું અર્પણ છે. આમ છતાં રક્તકરબી, ડાકઘર કે મુક્તધારાના સ્વ૩પનાં નાટકો ગૂજરાતીમાં રચાયાં નથી. ન્હાનાલાલે કરેલા નાટકના અખતરાઓની પ્રતિક્રિયારૂપે કદાચ એ પ્રકારની નાટ્યરચના તરફ ગૂજરાતી નાટ્યકારો વળ્યા લાગતા નથી. કૃષ્ણલાલ શ્રીધરાણી શાન્તિનિકેતનના શાલ વૃક્ષને એમના ‘વડલો’નાટકમાં લઈ આવ્યા છે. ‘મોરનાં ઇંડાં’માં પણ રવીન્દ્રનાથની અસર દેખાશે. સંગીતિકાના સ્વ૩પના, સંગીતરૂપકો તરીકે ઓળખાતાં નાટકોનો પ્રકાર ગૂજરાતમાં આવ્યો છે તેમાં રવીન્દ્રનાથનાં એ પ્રકારની રચનાની ચોખ્ખી અસર વરતાય છે. નાટકનાં પરમ્પરાગત ઉપકરણો બને તેટલાં ઓછાં કરીને, કાવ્યત્વમાંથી જ નાટ્યત્વ નિષ્પન્ન કરવાના જે પ્રયોગો રવીન્દ્રનાથે કર્યા છે તે પૈકી ચિત્રાંગદાવિદાય-અભિશાપ, કર્ણકુન્તી વગેરે ખાસ ઉલ્લેખપાત્ર છે. ગૂજરાતીમાં ઉમાશંકરે, કાન્તનાં ખણ્ડકાવ્યોથી જુદી રીતે, આવી રચનાઓ કરી છે. એને પદ્યરૂપક કહીને ઓળખાવવામાં આવી છે. એમાં રવીન્દ્રનાથનો પ્રભાવ હશે કદાચ.  

18,450

edits