અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/પક્ષહીનનો દેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{ | {{HeaderNav | ||
|previous = ગુજરાતનું ભાવી ગૌરવ | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બહેરામજી મલબારી/ગુજરાતનું ભાવી ગૌરવ | ગુજરાતનું ભાવી ગૌરવ]] | સુણ, ગરવી ગુજરાત! વાત કંઈ કહું હું કાનમાં ]] | ||
|next = સરસ્વતીચંદ્રનો સંન્યાસ | |next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સરસ્વતીચંદ્રનો સંન્યાસ | સરસ્વતીચંદ્રનો સંન્યાસ]] | દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા]] | ||
}} | }} |
Latest revision as of 09:44, 19 October 2021
પક્ષહીનનો દેશ
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં:
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં. ૧
નભ વચ્ચોવચ્ચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું; નવાઈ ન, એ દશા જો ના જ ટકી. ૨
પણ ઊંચા નભના સંચારી પક્ષીરાજ, તું આવ્યો આ,
ધરતી પર ત્યાંથી ઊડ પાછો, પક્ષહીનનો દેશ જ આ. ૩
ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં!
વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં! ૪
ગિરિશિખરે, ઘનમાં ને નભમાં ઊંચો તું ઊડશે જ્યારે,
સૂર્યબિંબથી સળગી ઉતરતા કર અંબાર વિશે જ્યારે. ૫
સુવર્ણપક્ષની જશે ભભક, તે સમય તુજ કીર્તિને,
જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને. ૬
નહીં ઉડાયે પોતાથી – પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ! નીકર રહીશું રોઈ. ૭