અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
{{Right|(ગુલઝારે શાયર-૧, પૃ. ૧૨-૧૩)}}
{{Right|(ગુલઝારે શાયર-૧, પૃ. ૧૨-૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ન જાય ઘરમાં, ન બહાર આવે
|next = સુરમો નયન માટે
}}

Revision as of 07:59, 20 October 2021

પ્રભુનું નામ લઈ

`શયદા'

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ — આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા;
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે —
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને `શયદા' મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.

(ગુલઝારે શાયર-૧, પૃ. ૧૨-૧૩)