અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/પાંજે વતનજી ગાલ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
{{Right|(તુલસીદલ, ૭૧-૭૨)}}
{{Right|(તુલસીદલ, ૭૧-૭૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = પંખાળા ઘોડા
|next = બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)
}}

Latest revision as of 10:30, 20 October 2021


પાંજે વતનજી ગાલ્યું

સુંદરજી બેટાઈ

પાંજે વતનજી ગાલ્યું,
                  અનેરી પાંજે વતનજી ગાલ્યું.
દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા,
ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા :
                  બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું.          અનેરી.

પાદરની દેરી પે ઝૂકેલા ઝુંડમાં,
ભર્યે તળાવ, પેલા કૂવા ને કુંડમાં :
         છોટપણું છંદમાં ઉછાળ્યું.          અનેરી.
પેલી નિશાળ જેમાં ખાધી’તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટીયું :
         કેમે ભુલાય કાનઝાલ્યું?          અનેરી.

બુઢ્ઢાં મીઠીમા, એની મીઠેરી બોરડી;
ચોકી ખડી — એની થડ માંહે ઓરડી!
દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડી :
         બોર ભેળી ખાધી’તી ગાળ્યું.          અનેરી.

બાવા બજરંગીની ઘંટા ગજાવતી,
ગોમી ગોરાણીની જીભને ચગાવતી,
ગોવા નાવીની છટાને છકાવતી,
         રંગીલી, રંજીલી ગાલ્યું.          અનેરી.

વ્હાલભર્યાં વેલાંમા, ચંચી એ ચીકણી,
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી,
શ્યામુ કાકાની એ ધમકીલી છીંકણી
         જેવું બધુંય ગયું હાલ્યું.          અનેરી.

છોટી નિશાળેથી મોટીમા ચાલ્યાં,
પ…ટ પ…ટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા,
ભાઈ ભાઈ ક્‌હેવાતાં અકડાતા હાલ્યા :
         મોટપણું મ્હોરન્તું મ્હાલ્યું.          અનેરી.
(તુલસીદલ, ૭૧-૭૨)