અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/વિલીનગત થાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(સ્વપ્નપ્રયાણ, પૃ. ૧૨૨)}}
{{Right|(સ્વપ્નપ્રયાણ, પૃ. ૧૨૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/રાઈનર મારિયા રિલ્કેને  | રાઈનર મારિયા રિલ્કેને ]]  | સમર્પી શું તારી ક્ષણ ક્ષણ બધી આ જગતને]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/તૂટેલ મિનાર | તૂટેલ મિનાર]]  | ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ;]]
}}

Latest revision as of 10:38, 20 October 2021


વિલીનગત થાવ

હરિશ્ચંદ્ર ભટ્ટ

વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

(સ્વપ્નપ્રયાણ, પૃ. ૧૨૨)