અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/બનાવટી ફૂલોને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૪૭)}} | {{Right|(બારી બહાર, પૃ. ૪૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = બારી બહાર | |||
|next =મારા રે હૈયાને તેનું પારખું | |||
}} |
Revision as of 06:44, 21 October 2021
બનાવટી ફૂલોને
પ્રહલાદ પારેખ
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે;
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અટવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?'
(બારી બહાર, પૃ. ૪૭)