અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
{{space}}સંકેલી લીધો કલશોર. — આજ મેં.
{{space}}સંકેલી લીધો કલશોર. — આજ મેં.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = છેલ્લી ટૂંક : ગિરનાર
|next =સ્વપ્નનગરની શેરીમાં
}}

Latest revision as of 06:54, 21 October 2021


મધરાતે સાંભળ્યો મોર

ઇન્દુલાલ ગાંધી

         મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.

વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
         ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
         છેતરાયો નટવો નઠોર. — આજ મેં.

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
         જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
         રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
         કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
         સંકેલી લીધો કલશોર. — આજ મેં.