અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /જેની રુદિયામાં પ્રીત રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
{{space}}{{space}}{{space}}જેની.
{{space}}{{space}}{{space}}જેની.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /એની ગાંઠે ત્રણ ભોમનું નાણું | એની ગાંઠે ત્રણ ભોમનું નાણું]]  | એની ગાંઠે ત્રણ ભોમનું નાણું સાધુડા! જેના મનમાં...  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’/અમે કવિ ? | અમે કવિ ?]]  | હવે ગગનગુંબજે કદી ન મીટ માંડી રહું .]]
}}

Latest revision as of 08:27, 21 October 2021


જેની રુદિયામાં પ્રીત રે

મુકુન્દરાય પારાશર્ય

જેની રુદિયામાં પ્રીત રે, એનાં આ ગીત રે!
                  ગાઉં, ન ગાઉં, શું કરું?

ફૂલ-હૈયાની પ્યાસ રે, એની સુવાસ રે!
                  ફોરું, ન ફોરું, શું કરું?

         મારો ચાતકનો કંઠ,
         મેઘ કાને ઉત્કંઠ,
ભર્યાં આષાઢી નીર રે, વરસે અધીર રે!
                  ઝીલું, ન ઝીલું, શું કરું?
                           જેની.

         મારો પંખીનો માળ,
         હરિત તરુવરની ડાળ,
એને ફરતું આકાશ રે, એમાં મુજ વાસ રે!
                  ઊડું, ન ઊડું, શું કરું?
                           જેની.

         વિરલ સર્જન-ઉછરંગ
         સુભગ શમણાંને સંગ,
મારું માનવ જીવંન રે, આશામય મંન રે!
                  જીવું, ન જીવું, શું કરું?
                           જેની.