અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’/અમે કવિ ?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(આપણો કવિતા વૈભવ, સંપા. મનસુખલાલ ઝવેરી, પૃ. ૩૦૯)}} | {{Right|(આપણો કવિતા વૈભવ, સંપા. મનસુખલાલ ઝવેરી, પૃ. ૩૦૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /જેની રુદિયામાં પ્રીત રે | જેની રુદિયામાં પ્રીત રે ]] | જેની રુદિયામાં પ્રીત રે, એનાં આ ગીત રે! ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમથા અમથા | અમથા અમથા]] | અમથા અમથા અડ્યા કે અમને રણઝણ.]] | |||
}} |
Latest revision as of 08:29, 21 October 2021
અમે કવિ ?
મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’
હવે ગગનગુંબજે કદી ન મીટ માંડી રહું :
ઝગે નભશિરે ભલે તગર પુષ્પ-શા તારલા,
શશી બદલતો ભલે રસિક રાશિના હારલા,
હવે નયન ઠારવા કશી ન વ્યોમલક્ષ્મી ચહું.
શમે હૃદયમાં ભલે અગણ ઊર્મિ ઊઠી વહી,
ભલે અનુપ કલ્પના પ્રકૃતિમંદિરો બાંધતી,
ઊડે નયનથી મહાતડિત-શી કલા સાધતી,
છતાં દઈશ કોઈને કવિપિછાન મારી નહીં.
મને ‘કવિ’ કહું? ન કો કવિ થયો જગે નિર્મળ,
અનંત ભુવને અનંત યુગથી કવે એકલ,
મહાજીવન સ્રોતની અગણ ઊર્મિમાલા તણી
અખૂટ રસપ્રેરણા, અમર વિશ્વકવિ ચેતન.
તરંગ ઊઠતા અમે સહુ તિહાં પ્રવાહે ક્ષણ
ઊઠી, ઊછળી ભાંગીએ અવરશક્તિ શી અમ તણી?
(આપણો કવિતા વૈભવ, સંપા. મનસુખલાલ ઝવેરી, પૃ. ૩૦૯)