અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /વંકી ધરા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 23: Line 23:
{{space}}‘ધન્ય અન્ય કાજે જીવ્યો ભૈયા!’
{{space}}‘ધન્ય અન્ય કાજે જીવ્યો ભૈયા!’
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /રંગ લાગ્યો છે | રંગ લાગ્યો છે]]  | ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /ફૂલડાંની ફોરમને કેમ રે...?  | ફૂલડાંની ફોરમને કેમ રે...? ]]  | ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય?  ]]
}}

Revision as of 08:39, 21 October 2021


વંકી ધરા

પ્રેમશંકર હ. ભટ્ટ

વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય?
જોજનફાળે ધપતું જોબન અધવચ્ચે પછડાય,
         ત્યાં અપંગનું શું થાય?

લંગડા કેરી ટેકણલાકડી, આંધળાની આંખ થાજે;
ડગુમગુ ડગલાં ભરનારનો હાથ દોરી તું ધાજે;
         વીરા એટલું કરતો જાજે!

‘કોઈ નહિ, વ્હાલાં લાકડાં વનનાં ભેગાં આવી સૂએ,
એવું કહેનારાં સહુ તારામાં કૈંક વિસામો જુએ!
         એનાં આખરી આંસુ લુહે!

પર્વત કેરી પાંખ ઘસાય, જ્યાં શોષાય સાગરવારિ,
વંટોળમાં વનવૃક્ષ ખડે ત્યાં મૂકને રાંક એંધામી,
         દેજે જીવનસેર છલાવી!

કાળને કાંઠડે આંકજે રેખા, હરખે માનવહૈયાં;
સંભારણું એવું મૂકજે, મૂંગી ઝાલર ઠેક બજૈયા!
         ‘ધન્ય અન્ય કાજે જીવ્યો ભૈયા!’